નિર્ણય@ગુજરાત: બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે સરકારી પડતર જમીન લીઝ પર અપાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે મુખ્યમંત્રીએ બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે. જેને રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ કહી શકાય. જેમાં 30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. મુખ્યમંત્રીએ બાગાયત
 
નિર્ણય@ગુજરાત: બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે સરકારી પડતર જમીન લીઝ પર અપાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે મુખ્યમંત્રીએ બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે. જેને રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય સરકારનું વધુ એક નક્કર કદમ કહી શકાય. જેમાં 30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. મુખ્યમંત્રીએ બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના 5 જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો નિર્ણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય છે.

સમગ્ર મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં સુકા અને અર્ધસુકા તેમજ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારોને કારણે કૃષિ વિકાસ પડકાર રૂપ છે. રાજ્યની 196 લાખ હેકટર જમીન પૈકીની 50 ટકા એટલે કે 98 લાખ હેકટર જમીન ખેતી હેઠળ આવેલ છે. તેમજ પડતર અને બિન ઉપજાઉ જમીનોમાં બાગાયતી અને ઔષધિય પાકોના વાવેતરની વિપૂલ સંભાવનાઓ છે. ગુજરાતમાં કુલ પાકોના વાવેતરમાં ઉત્તરોત્તર અંદાજે 20 હજાર હેકટર જેટલો વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો દાડમ, જામફળ, ખારેક, પપૈયા જેવા પાકના હબ તરીકે ઉભરી આવ્યા છે.

નિર્ણય@ગુજરાત: બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે સરકારી પડતર જમીન લીઝ પર અપાશે
File Photo

આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારની કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન, સિંચાઇ સુવિધા અને ખેડૂત હિતકારી નીતિઓના પરિણામે સૂકા, અર્ધસુકા કે ખારાશ ધરાવતા વિસ્તારો પણ કૃષિ ઉત્પાદનની હરિયાળીથી લહેરાતા થયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સરકારે પ્રથમ તબક્કામાં પાંચ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે.આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે 20 હજાર હેકટર જમીન ફકત આવા પાક વાવેતર માટે 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે.