નિર્ણય@ગુજરાત: કોરોનાને કારણે 30 જૂન સુધી GPSCની પરીક્ષા મોકૂફ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાને કારણે સરકારી નોકરી ઈચ્છુક યુવાનોને મોટો ફટકો પડી રહ્યો છે. એક બાદ એક સરકારની નોકરીઓ માટેની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ છે. અગાઉ GPSCની માર્ચ, એપ્રિલ, અને મેમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં GPSC દ્વારા 31 મે સુધીમાં તમામ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે હાલની પરિસ્થિતિને જોતા 30 જૂન
 
નિર્ણય@ગુજરાત: કોરોનાને કારણે 30 જૂન સુધી GPSCની પરીક્ષા મોકૂફ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાને કારણે સરકારી નોકરી ઈચ્છુક યુવાનોને મોટો ફટકો પડી રહ્યો છે. એક બાદ એક સરકારની નોકરીઓ માટેની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ છે. અગાઉ GPSCની માર્ચ, એપ્રિલ, અને મેમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં GPSC દ્વારા 31 મે સુધીમાં તમામ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે હાલની પરિસ્થિતિને જોતા 30 જૂન સુધી GPSCની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અગાઉ લોકડાઉન અને કોરોનાની મહામારીને કારણે GPSC આયોગ દ્વારા 31 મે સુધીમાં તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પણ હજુ પણ લોકડાઉન અને કોરોના મહામારીના અસમંજસને કારણે વધુ એક વખત GPSC દ્વારા સરકારી નોકરી માટેની પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે. હવે 30 જૂન સુધી GPSCની એકપણ પરીક્ષા યોજવામાં નહીં આવે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

અગાઉ GPSC દ્વારા માર્ચ, એપ્રિલ અને મે મહિનાની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. અને હવે જૂન સુધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી સમયમાં જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. હવે GPSCની આગામી માહિતી માટે આયોગ દ્વારા વેબસાઈટ જોતાં રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.