નિર્ણય@ગુજરાત: મહામારી વચ્ચે ત્રણ પાલિકાઓને નજીકની પાલિકામાં ભેળવી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે નગરપાલિકાને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરપાલિકાઓનું મર્જર શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, નવસારી અને પોરબંદર નગરપાલિકાઓમાં નજીકની પાલિકાનો વિસ્તાર ઉમેરવામાં આવ્યો છે. જેનાથી બે અને ત્રણ પાલિકાઓને મર્જ કરી એક મોટી પાલિકા રચવાને મંજુરી આપવામાં આવી છે. આ સાથે ત્રણેય પાલિકામાં સંયુક્ત
 
નિર્ણય@ગુજરાત: મહામારી વચ્ચે ત્રણ પાલિકાઓને નજીકની પાલિકામાં ભેળવી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે નગરપાલિકાને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરપાલિકાઓનું મર્જર શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, નવસારી અને પોરબંદર નગરપાલિકાઓમાં નજીકની પાલિકાનો વિસ્તાર ઉમેરવામાં આવ્યો છે. જેનાથી બે અને ત્રણ પાલિકાઓને મર્જ કરી એક મોટી પાલિકા રચવાને મંજુરી આપવામાં આવી છે. આ સાથે ત્રણેય પાલિકામાં સંયુક્ત વહીવટદારની નિયુક્તિ કરી હાલ પુરતું કામ યથાવત રાખવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્ય સરકારે નગરોના વિકાસને વેગ આપવા ત્રણ પાલિકા વિસ્તારમાં તેને સંલગ્ન અન્ય નગરપાલિકા સમાવિષ્ટ કરી છે. ગુજરાતની 6 નગરપાલિકાઓને મર્જ કરી ત્રણ પાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મર્જર કરવાના પરિણામે સ્થાનિક સત્તાતંત્રનો વહીવટી ખર્ચ ઘટશે. એટલું જ નહિ, માનવબળ વધતાં કામગીરીમાં સરળતા આવશે અને વિકાસકામોને નવી ગતિ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકામાં વઢવાણ પાલિકાનો સમાવેશ કરીને સંયુક્ત પાલિકા રચી તેનું મુખ્યમથક સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું છે. નવસારી નગરપાલિકામાં વિજલપોર પાલિકાનો સમાવેશ કરીને નવસારી-વિજલપોર સંયુકત પાલિકા રચી મુખ્યમથક તરીકે નવસારી રાખ્યુ છે. જ્યારે પોરબંદર પાલિકામાં છાયા નગરપાલિકાનો સમાવેશ કરી પોરબંદર-છાયા નગરપાલિકા નામાભિધાન સાથે તેનું મુખ્ય મથક પોરબંદર રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ તરફ વહીવટી ગતિવિધિ માટે સરકારે 3 પાલિકાના સંયુક્ત વહીવટદારની નિયુક્તિ પણ કરી છે. જે પૈકી સુરેન્દ્રનગર-વઢવાણમાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વઢવાણની નિમણૂંક, નવસારી-વિજલપોર નગર પાલિકામાં પ્રાંત અધિકારી નવસારી અને પોરબંદર-છાયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી પોરબંદરની નિમણૂંક કરવામાં આવી છે.