નિર્ણય@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાથે નોંધાયેલ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉ.બુ.પ્રવાહની તમામ પરીક્ષા ફોર્મ રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ 2021 હતી જે તારીખ 22 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આજથી 22 માર્ચ 2021 સુધી પરીક્ષાનાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
 
નિર્ણય@ગુજરાત: ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાથે નોંધાયેલ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉ.બુ.પ્રવાહની તમામ પરીક્ષા ફોર્મ રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ 2021 હતી જે તારીખ 22 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આજથી 22 માર્ચ 2021 સુધી પરીક્ષાનાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે માટે અલગથી કોઈ જ લેઈટ ફી નહી લાગે. ધો.12ના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાનાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આગામી તા.22 માર્ચ 2021 સુધી બોર્ડની વેબસાઈટપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિદ્યાર્થીઓનું પ્રિન્સીપાલ અપ્રુવલ બાકી હોય તો તે પણ તા.22 માર્ચ 2021 (રાત્રીનાં 12 કલાક) સુધી કરી શકાશે. જો કોઈ શાળાએ ફાઈનલ અપ્રુવલ કરેલ હોય અને પરીક્ષાના ફોર્મ ભરવાનાં કે સુધારા કરવાનાં બાકી હોય તો ફાઈનલ અપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી પરીક્ષા ફોર્મ ભરી શકાશે. અને સુધારો પણ થઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાની સુચનાઓ સાથે ફી ભરવા સંબંધીત સ્પષ્ટ સુચનાઓ પણ મૂકવામાં આવી છે. અને વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી પણ મૂકિત આપવામાં આવી છે.