નિર્ણય@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ પરંતુ સમય બદલાયો, જાણો એક ક્લિકમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ મુદ્દે બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યુને લઇને નિર્ણય કરવામાં આવ્યો હતો. કર્ફ્યુમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રે
 
નિર્ણય@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ પરંતુ સમય બદલાયો, જાણો એક ક્લિકમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ મુદ્દે બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કર્ફ્યુને લઇને નિર્ણય કરવામાં આવ્યો હતો. કર્ફ્યુમાં એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં અગાઉ નક્કી કર્યા મુજબ 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાનું નક્કી કરાયુ હતુ. જોકે હવે તેમાં તેમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે મુજબ રાત્રે 10થી સવારના 6 વાગ્યાની જગ્યાએ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો હતો. હવે રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ પણ યોજાવાની છે.

નિર્ણય@ગુજરાત: 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્ પરંતુ સમય બદલાયો, જાણો એક ક્લિકમાં
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે DyCM નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના ACS પંકજકુમાર, CMના અંગત સચિવ મનોજ દાસ, DGP હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ યથાવત્ રાખવામાં આવશે. જોકે રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. જેમાં રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.