નિર્ણય@ગુજરાત: ભારત બંધના એલાન વચ્ચે રાજ્યમાં આવતીકાલે કલમ 144 લાગુ

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આવતીકાલે કાલે ભારત બંધના એલાનને પગલે સમગ્ર તંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ ગુજરાતનાં પોલીસ વડા આશીષ ભાટીયાએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઇ પણ વ્યક્તિ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની
 
નિર્ણય@ગુજરાત: ભારત બંધના એલાન વચ્ચે રાજ્યમાં આવતીકાલે કલમ 144 લાગુ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આવતીકાલે કાલે ભારત બંધના એલાનને પગલે સમગ્ર તંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ ગુજરાતનાં પોલીસ વડા આશીષ ભાટીયાએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઇ પણ વ્યક્તિ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં ક્યાંય પણ ગુજરાત બંધ નથી. ગુજરાતનાં તમામ નાગરિકો રાત્રી કર્ફ્યૂ સિવાલ સરળતાથી પોતાનો વ્યવહાર કરી શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પોલીસવડાએ જણાવ્યું હતુ કે, કોઇ વ્યક્તિ બંધના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ અપીલ છે કે, તેઓ કોઇનો હાથો બનીને આ પ્રકારની પ્રવૃતિમાં જોડાય નહી. ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ છે. હાલ કોરોના કાળનાં કારણે પહેલાથી જ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ છે. તેવામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થશે તો કડકમાં કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોની ઓળખ પણ કરવામાં આવી છે. ત્યાં સતત પેટ્રોલિંગ પણ કરાશે અને પોઇન્ટ બનાવીને ધ્યાન રાખવામાં આવશે.