નિર્ણય@ગુજરાત: આવતીકાલથી રાજ્યમાં ST બસો દોડશે, ચાર ઝોનમાં ચાલશે બસ

અટલ સમાચાર,ડેસ્ક રાજ્ય સરકારની જાહેરાત બાદ એસટી નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આવતીકાલ એટલે કે બુધવારથી રાજ્યમાં બસ સેવા શરૂ થશે. આ માટે એસટી તરફથી ચાર ઝોનમાં બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે GSRTC તરફથી બસો દોડાવવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ
 
નિર્ણય@ગુજરાત: આવતીકાલથી રાજ્યમાં ST બસો દોડશે, ચાર ઝોનમાં ચાલશે બસ

અટલ સમાચાર,ડેસ્ક

રાજ્ય સરકારની જાહેરાત બાદ એસટી નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આવતીકાલ એટલે કે બુધવારથી રાજ્યમાં બસ સેવા શરૂ થશે. આ માટે એસટી તરફથી ચાર ઝોનમાં બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે GSRTC તરફથી બસો દોડાવવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. એસ.ટી. તરફથી બીજો એક અગત્યનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે મુસાફરોએ બસ માટે ઓનલાઇટ ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો પરથી ટિકિટ નહીં મળે. આ ઉપરાંત ટિકિટ માટેની રકમની ચૂકવણી પણ ડિજિટલ પેમેન્ટ થકી કરવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એસટી નિગમ તરફથી સૌથો મોટો નિર્ણય એ કરાયો છે કે, એક ઝોનની બસ બીજા ઝોનમાં પ્રવેશ નહીં કરે. એટલે કે એસ.ટી.ની બસો જે તે ઝોનમાં જ દોડાવવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો સૌરાષ્ટ્રની બસ હશે તો તે સૌરાષ્ટ્ર ઝોનમાં જ દોડશે, પછી તે મધ્ય કે અન્ય કોઈ ઝોનમાં પ્રવેશી શકશે નહીં. આ સાથે બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે. બસમાં તેની ક્ષમતાના 70 ટકા જ મુસાફરો ભરવામાં આવશે.

નિર્ણય@ગુજરાત: આવતીકાલથી રાજ્યમાં ST બસો દોડશે, ચાર ઝોનમાં ચાલશે બસ

એસટી તરફથી બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે, આ બસો સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ દોડશે. સાંજના સાત વાગ્યાથી સરકાર તરફથી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે, આથી આ સમયગાળા દરમિયાન કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે.

બસ સ્ટેશન પરથી પ્રવાસીને બેસાડવામાં આવશે તે પહેલાં પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ મુસાફરનું તાપમાન વધારે હશે તો તેને બસમાં પ્રવેશ નહીં આપવામાં આવે. મુસાફરોને સેનિટાઈઝ કર્યા બાદ જ બસમાં બેસવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત દરેક પ્રવાસીએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજીયાત પહેરવું પડશે. બસમાંથી પ્રવાસી પાનની પીચકારી નહીં મારી શકે. એક બસમાં 30 જેટલા પ્રવાસીને બેસાડવામાં આવશે. એટલું જ નહીં બસમાં ચડતી અને ઉતરતી વખતે પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત બસ સેવા શરૂ થાય તે પહેલા દરેક બસોને સેનિટાઇઝ કરવામાં આવશે.