નિર્ણય@ગુજરાત: કોરોના સંક્રમણ રોકવા આ બે તાલુકામાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારો, સંસ્થાઓ, ગામડા, તાલુકા અને શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા ડીસા અને ગોધરામાં આજથી નવા કડક પ્રતિબંધો લાગુ કરાયા છે. ડિસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. શહેરોમાં જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ
 
નિર્ણય@ગુજરાત: કોરોના સંક્રમણ રોકવા આ બે તાલુકામાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારો, સંસ્થાઓ, ગામડા, તાલુકા અને શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. કોરોનાના કેસ વધતા ડીસા અને ગોધરામાં આજથી નવા કડક પ્રતિબંધો લાગુ કરાયા છે. ડિસામાં આજથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. શહેરોમાં જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રખાઇ છે. વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના પંચમહાલના ગોધરામાં પણ આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, ગઇકાલથી સાવરકુંડલામાં 4 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું હતું. તો હળવદમાં વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 5 દિવસનું લોકડાઉન લગાવાયું છે. જ્યારે મહેસાણાની બજાર 11 દિવસ સુધી બંધ રહેશે.