નિર્ણય@ગુજરાતઃ અસામાજિક તત્વોઓને અંકુશમાં લાવવા પાસાનું શસ્ત્ર અપનાવશે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગુજરાતમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા નિર્ધાર કર્યો છે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે. હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધિરનાર સામે ગેરકાયદે
 
નિર્ણય@ગુજરાતઃ અસામાજિક તત્વોઓને અંકુશમાં લાવવા પાસાનું શસ્ત્ર અપનાવશે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગુજરાતમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા નિર્ધાર કર્યો છે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે. હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધિરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગુના કરનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર રાજ્ય સરકાર અપનાવશે.

 

અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનેગારો સામે સખ્તાઈથી કામ લેવા પાસાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં કરશે. જે અંતર્ગત જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે. આઈટી એક્ટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે. જાતિય ગુનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા 1958થી પાસા અમલી છે. આ પાસાના કાયદામાં હાલની જે જોગવાઇઓ છે તે મુજબ IPC તથા આર્મ્સ એક્ટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.