નિર્ણય@ગુજરાત: ઇચ્છા મુજબ કરાવી શકશો કોરોના ટેસ્ટ, ડોક્ટરનો અભિપ્રાય મરજીયાત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આરોગ્ય વિભાગે વાયરસના ટેસ્ટને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવેથી કોઇપણ વ્યક્તિ ઇચ્છા મુજબ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. રાજ્યની લેબોરેટરીમાં હવે કોઇ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કોરોના ટેસ્ટ કરાવવા માંગે તો ડોક્ટરના અભિપ્રાય કે પ્રિસ્ક્રિપ્શન વગર જ કરાવી શકશે. નોંધનિય છે કે, અત્યાર સુધી ખાનગી લેબોરેટરીમાં કોઇ વ્યક્તિએ સ્વૈચ્છિક
 
નિર્ણય@ગુજરાત: ઇચ્છા મુજબ કરાવી શકશો કોરોના ટેસ્ટ, ડોક્ટરનો અભિપ્રાય મરજીયાત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આરોગ્ય વિભાગે વાયરસના ટેસ્ટને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવેથી કોઇપણ વ્યક્તિ ઇચ્છા મુજબ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. રાજ્યની લેબોરેટરીમાં હવે કોઇ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કોરોના ટેસ્ટ કરાવવા માંગે તો ડોક્ટરના અભિપ્રાય કે પ્રિસ્ક્રિપ્શન વગર જ કરાવી શકશે. નોંધનિય છે કે, અત્યાર સુધી ખાનગી લેબોરેટરીમાં કોઇ વ્યક્તિએ સ્વૈચ્છિક રીત ટેસ્ટ કરાવવો હોય તો એમડી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં હવે કોરોના વાયરસના ટેસ્ટ માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહી પડે. થોડા દિવસ પહેલા ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડી 800 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. ખાનગી લેબોરેટરીમાં પણ સરકાર દ્વારા કોરોના ટેસ્ટના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. અગાઉ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખાનગી લેબોરેટરીમાં કોરોના પરીક્ષણ કરવામાં આવતું ન હતું. રાજ્યમાં હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોરોના ટેસ્ટને આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી છે.