નિર્ણય@હિંમતનગર: સંક્રમણ રોકવા હવે આ ગામમાં 7 દિવસ સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, હિંમતનગર કોરોના મહામારીને લઇ હિંમતનગર તાલુકાના હાથરોલ ગામે સાત દિવસ સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કર્યુ છે. ગામના આગેવાનો, સરપંચ અને પંચાયતના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામમાં સાત દિવસનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામમાં સાત દિવસ માટે બંધ પાળવામાં આવી રહ્યો છે.
 
નિર્ણય@હિંમતનગર: સંક્રમણ રોકવા હવે આ ગામમાં 7 દિવસ સ્વયંભૂ લોકડાઉન

અટલ સમાચાર, હિંમતનગર

કોરોના મહામારીને લઇ હિંમતનગર તાલુકાના હાથરોલ ગામે સાત દિવસ સ્વયંભૂ બંધ રાખવાનું નક્કી કર્યુ છે. ગામના આગેવાનો, સરપંચ અને પંચાયતના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામમાં સાત દિવસનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તમામ ગ્રામજનો એ સહમતી દર્શાવતા ગામમાં સાત દિવસ માટે બંધ પાળવામાં આવી રહ્યો છે. નોંધનિય છે કે, સાબરકાંઠા જીલ્લામાં 900થી વધુ કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ તરફ સંક્રમણની ચેન તોડવા સરકારના અનલોકમાં પણ લોકો સ્વયભું લોકડાઉન પાળી રહ્યા છે. હિંમતનગર તાલુકામાં આવેલ હાથરોલ ગામ માં આશરે 2000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રાયેલ છે. આ તરફ ગામમાં 16 જેટલા લોકો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે અને અત્યારે હાલમાં 3 જેટલા લોકો હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. આગામી સમયમાં વધુ લોકો સંક્રમિત નાં થાય એને ધ્યાને લઇ ગામને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગામમાં માત્ર સાંજે 2 કલાક માત્ર આવશ્યક સેવાઓ માટેજ છૂટ આપવામાં આવી છે. ખેતી સાથે સંકળાયેલ લોકો અને જીવન જરૂરિયાતની સાધન સામગ્રી માટે સાંજે બે કલાકમાં ખેતી કરવા માટે જ ઘરની બહાર આવતા હોય છે. ગામમાં થી બજાર તરફ ધંધાર્થે જતા સ્થાનિકો પણ સાત દિવસ માટે સ્વયંભુ ઘરમાંજ રહેવાનો નિર્ણય લીધેલ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું હોવા છતાં રાજ્ય સરકાર અલગ-અલગ તબક્કાઓમાં બધી છૂટછાટ આપી રહી છે. તો બીજી તરફ વધતા સંક્રમણને અટકાવવા માટે સ્થાનિકો સ્વયંભૂ બંધ પાળીને વધતા સંક્રમણ ને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.