નિર્ણય: ગેસ સિલિન્ડર બુક કરાવ્યો હોય તો થઇ જજો સાવધાન, જાણો અહેવાલ

અટલ સમાચાર, ડેસ્ક સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને પગલે લોકડાઉન 4 ચાલી રહ્યું છે. તમામ ઉદ્યોગોને મહદઅંશે છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે આવનારા વ્યક્તિ હવે રોકડમાં વ્યવહાર નહી કરે. જેના કારણે હવે ડિજિટલ પેમે્ટ, વોલેટ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા જ કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસ સિલિન્ડર
 
નિર્ણય: ગેસ સિલિન્ડર બુક કરાવ્યો હોય તો થઇ જજો સાવધાન, જાણો અહેવાલ

અટલ સમાચાર, ડેસ્ક

સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને પગલે લોકડાઉન 4 ચાલી રહ્યું છે. તમામ ઉદ્યોગોને મહદઅંશે છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે આવનારા વ્યક્તિ હવે રોકડમાં વ્યવહાર નહી કરે. જેના કારણે હવે ડિજિટલ પેમે્ટ, વોલેટ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા જ કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસ સિલિન્ડર નોંધાવ્યા બાદ ડિલિવરી બોય ખાલી સીલીન્ડર અને પૈસા લઇ જતો હતો. જ્યારે ભરેલુ સિલિન્ડર આપી જતો હતો. જો કે હવે રોકડ વ્યવહાર નહી કરી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગેસ ડિલિવરી મેનને ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. ડિલિવરી મેનનાં મોબાઇલમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે એક એપ્લીકેશન હશે. તેના મોબાઇલમાં QR કોડ પણ હશે. હવે ગ્રાહકે રોકડની જગ્યાએ ઓનલાઇન વ્યવહાર કરવો પડશે. અન્ય એક વિકલ્પ તરીકે ગ્રાહક ઓનલાઇન ગેસ બુક કરાવે ત્યારે પણ ઓનલાઇન પેમેન્ટનું ઓપ્શન હશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારની LPG ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ સિલિન્ડરની ડિલિવરી માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન તરફ વળી છે. આ અંગે ભારત ગેસ પેટ્રોલિયમ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર જણાવે છે કે, BPCL કંપનીએ અમદાવાદની સ્થિતીને ધ્યાને રાખીને નિર્ણય લીધો છે. હાલ આ પાઇલોટ પ્રોજેક્ટ છે જેને અમદાવાદથી અમલી બનાવાયો છે.