નિર્ણય@જુનાગઢ: વનવિભાગ દ્રારા દિપડા પર નજર રાખવા રેડિયો કોલર પહેરાવાશે

અટલ સમાચાર,ડેસ્ક દિપડા દ્વારા માનવી પર હુમલાના બનાવો ઓછા થાય અને તેની ઉપર નજર રાખવા વનવિભાગ દ્રારા હવે દીપડાને રેડીઓ કોલર પહેરાવાશે. જેને લઇ દીપડાની તમામ મુવમેન્ટ પર નજર રાખી શકાશે. હાલ વન વિભાગ દ્વારા પાંચ દીપડા પર પ્રયોગ હાથ ધરાશે. ખાસ કરીને જે દીપડાઓ માનવ વસ્તીમાંથી પકડાયા છે અને હુમલો કરવાની ટેવવાળા છે, તેમને
 
નિર્ણય@જુનાગઢ: વનવિભાગ દ્રારા દિપડા પર નજર રાખવા રેડિયો કોલર પહેરાવાશે

અટલ સમાચાર,ડેસ્ક

દિપડા દ્વારા માનવી પર હુમલાના બનાવો ઓછા થાય અને તેની ઉપર નજર રાખવા વનવિભાગ દ્રારા હવે દીપડાને રેડીઓ કોલર પહેરાવાશે. જેને લઇ દીપડાની તમામ મુવમેન્ટ પર નજર રાખી શકાશે. હાલ વન વિભાગ દ્વારા પાંચ દીપડા પર પ્રયોગ હાથ ધરાશે. ખાસ કરીને જે દીપડાઓ માનવ વસ્તીમાંથી પકડાયા છે અને હુમલો કરવાની ટેવવાળા છે, તેમને રેડિઓ કોલર પહેરાવાશે. જેથી તેના તમામ ડેટા મળી રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જુનાગઢ સી.સી.એફના ડી.ટી.વસાવડાએ જણાવ્યું કે, હાલમાં પાંચ દીપડાઓને રેડિઓ કોલર પહેરાવવામાં આવશે. આ રેડિયો કોલર પહેરાવવાથી હિંસક કોઇપણ પ્રાણીઓને તકલીફ નથી થતી. એક તરફ જોવા જઈએ તો દીપડાના હુમલમાં આ વર્ષે સરેરાશ 15 લોકોના મોત અને 45થી વધુ ઘાયલ થાય છે. જેને લઇ આ પ્રયોગ સફળ થશે તો માનવી પરના હુમલા રોકી શકાશે. 2016માં દીપડાની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ કુલ ત્રણ જિલામાં 600 જેટલા દીપડાનું અવલોકન કરવામાં આવ્યું હતું.

આ સાથે તેમણે ઉમેર્યું હતુ કે, રેડિઓ કોલરથી કોઈ વન્ય પ્રાણીને નુકશાન થતું નથી. આવતા બે મહિના ના સમય ગાળા દરમિયાન પાંચ દીપડાને રેડિઓ કોલર પહેરાવશે. તે કેટલું સફળ થાય છે તે જોવામાં આવશે ત્યાર બાદ અન્ય દીપડાને પણ આ પહેરાવાવા કે નહિ તે બાબતનો નિર્ણય લેવામાં આવશે. એક રેડીઓ કોલરની કિમંત અંદાજીત 3થી 4 લાખ રૂપિયા સુધીની હોય છે.