નિર્ણય@કાંકરેજ: કોરોના કેસ વધી જતાં કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ

અટલ સમાચાર (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લાના લાખણી અને થરામાં વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લાખણીમાં આજે પંચાયત અને પોલીસની સાથે વેપારીઓની મીટીંગ મળી હતી. જેમાં કોરોના વાયરસના કેસ વધતા જતાં હોઇ આગામી 17 તારીખ સુધી દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ
 
નિર્ણય@કાંકરેજ: કોરોના કેસ વધી જતાં કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ

અટલ સમાચાર (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જીલ્લાના લાખણી અને થરામાં વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લાખણીમાં આજે પંચાયત અને પોલીસની સાથે વેપારીઓની મીટીંગ મળી હતી. જેમાં કોરોના વાયરસના કેસ વધતા જતાં હોઇ આગામી 17 તારીખ સુધી દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તરફ થરા પંથકમાં પણ કોરોનાના કેસ આવ્યા હોઇ આગામી 15 તારીખ સુધી જો કોઇ શાકભાજી કે કરિયાણા સહિતની દુકાનો ખોલશે તો કાર્યવાહી કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકમાં કોરોનાના કેસ સામે આવતા વેપારીઓ સતર્ક બન્યા છે. થરા અને લાખણીમાં દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે લાખણીમાં પંચાયત અને પોલીસ સાથે વેપારીઓની મીટીંગમાં નિર્ણય લેવાયો હતો. જેમાં આગામી 17 તારીખ સુધી લોકડાઉનની કડક અમલવારી અને દવા-દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાંકરેજ પંથકમાં ગતદિવસોએ 6 જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેને લઇ થરામાં પણ લોકોએ સજાગતા દાખવવાનો નિર્ણય કર્યો હતો. થરા નજીકના વડા અને ઇન્દ્રમાણા ગામે કોરોનાનો કેસ આવ્યો હતો. જેને લઇ આ વિસ્તારના તમામ રસ્તા-માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. કોરોનાને લઇ 15 મી મે સુધી કોઈપણ શાકભાજી કે કરીયાણા સહિતની દુકાનો ખોલશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.