નિર્ણય@લાખણી: પ્રસંગોમાં ભભકો બંધ કરો, ઠાકોર સમાજે ઘડ્યું બંધારણ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) લાખણી તાલુકા ઠાકોર સમાજની કેટલાક સુધારાને લઇ નિર્ણય કરવા મીટીંગ મળી હતી. જેમાં સામાજીક પ્રસંગોમાં આમૂલ પરિવર્તન કરવા બંધારણ તૈયાર કરવા મંથન થયુ હતુ. જેમાં લગ્ન, મામેરા અને મરણ પ્રસંગોને લઇ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. બેઠકમાં ખાસ કરીને ભારેખમ ખર્ચા ઉપર કાપ અને ભભકા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 
નિર્ણય@લાખણી: પ્રસંગોમાં ભભકો બંધ કરો, ઠાકોર સમાજે ઘડ્યું બંધારણ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

લાખણી તાલુકા ઠાકોર સમાજની કેટલાક સુધારાને લઇ નિર્ણય કરવા મીટીંગ મળી હતી. જેમાં સામાજીક પ્રસંગોમાં આમૂલ પરિવર્તન કરવા બંધારણ તૈયાર કરવા મંથન થયુ હતુ. જેમાં લગ્ન, મામેરા અને મરણ પ્રસંગોને લઇ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. બેઠકમાં ખાસ કરીને ભારેખમ ખર્ચા ઉપર કાપ અને ભભકા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે આગામી શુક્રવારે વધુ એક બેઠક રાખી નવિન નિયમોને સમાજમાં બંધારણીય રીતે મજબૂત કરવા નક્કી કરવામાં આવ્યુ છે.

નિર્ણય@લાખણી: પ્રસંગોમાં ભભકો બંધ કરો, ઠાકોર સમાજે ઘડ્યું બંધારણ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@લાખણી: પ્રસંગોમાં ભભકો બંધ કરો, ઠાકોર સમાજે ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકા ઠાકોર સમાજ દ્રારા સામાજીક પરિવર્તનની દીશામાં જવા મિટીંગ મળી હતી. જેમાં વિવિધ પ્રસંગોમાં મહેમાનોની સંખ્યામાં ઘટાડો રાખવો તથા સુખદ અને દુ:ખદ પ્રસંગે ભારેખમ ખર્ચા ટાળવા નિયમો ઘડવામાં આવ્યા છે. જેને સમાજનું બંધારણ હોવાનો દાવો કરી કડક અમલવારી કરવા માટે આગામી દિવસે ચિત્રોડા ગુરૂમંદીરે વધુ એક બેઠક બોલાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વિવિધ બેઠકોમાં સામાજીક સુધારાને લઇ કરવામાં આવતા નિર્ણયોમાં વધુ એકનો ઉમેરો થયો છે.

નિર્ણય@લાખણી: પ્રસંગોમાં ભભકો બંધ કરો, ઠાકોર સમાજે ઘડ્યું બંધારણ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઠાકોર સમાજમાં મોટેભાગે એકબીજાની દેખાદેખીમાં લગ્ન સહિતના પ્રસંગોમાં ભભકો ઉભો કરવામાં આવે છે. જેનાથી અનેક ગરીબ કુટુંબોને પણ ભારેખમ ખર્ચા મોટો આર્થિક ફટકો આપી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના સામાજીક પ્રસંગોમાં ઓઢામણાંથી માંડી તમામ પ્રકારના ખર્ચામાં ખુબ મોટો કાપ મુકવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, નિયમોને સમાજનું બંધારણ ગણાવી નક્કી થયેલી બાબતોની અમલવારી આગેવાનો માટે મહત્વની સાબિત થઇ શકે છે.

નિર્ણય@લાખણી: પ્રસંગોમાં ભભકો બંધ કરો, ઠાકોર સમાજે ઘડ્યું બંધારણ

લાખણી ઠાકોર સમાજની મિટીંગમાં નક્કી થયેલા નિયમો

  • તમામ પ્રકારના પ્રસંગમાં કેફી પદાર્થો સંપુર્ણ બંધ કરવા.
  • તમામ પ્રકારના પ્રસંગમાં ઓઢામણા પ્રથા સંપુર્ણ બંધ કરવી.
  • દીકરા-દીકરીના ઢુંઢ પ્રસંગે રાવણું બંધ રાખી માત્ર પરિવારના સભ્યો પુરતુ આયોજન રાખવુ.
  • દીકરા-દીકરીના ઢુંઢમાં માત્ર તેના પિતાના ઘર સિવાફ કોઇખે ઢુંઢ લેવી નહી. ઢુંઢ પેટે રોકડ આપી દેવા.
  • સગપણ(ગોળ ખાવા) વખતે સ્ત્રીઓ લઇ જવી નહી. માત્ર પુરૂષોએ જ જવુ. જોવા જવાની વાત બાબતે સગપણ (ગોળ ખાવા) પહેલા જવુ આવવુ.
  • ફેંટો બંધાવવાની પ્રથા બંધ કરવી. વરણા લઇ જવાની પ્રથા બંધ કરવી.
  • કોઇપણ પ્રકારની બિમારી વખતે સમાચાર લેવા માટે કરવામાં આવતા રાવણા પ્રથા બંધ કરવી.
  • મેળા કે અન્ય જગ્યાએ ચાલતા કે સાધનમાં દીકરીઓએ કે સ્ત્રીઓને લઇ જવાનું બંધ કરવુ.