નિર્ણય@મહારાષ્ટ્ર: ફરીથી એક મહિનો લોકડાઉન શરૂ, ફફડાટ વચ્ચે ઉચાટ

અટલ સમાચાર, ડેસ્ક માહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 31મી જુલાઇ સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોવિડ 19ના કેસને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરના વડપણ હેઠળની મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે સરકાર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને
 
નિર્ણય@મહારાષ્ટ્ર: ફરીથી એક મહિનો લોકડાઉન શરૂ, ફફડાટ વચ્ચે ઉચાટ

અટલ સમાચાર, ડેસ્ક

માહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને 31મી જુલાઇ સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોવિડ 19ના કેસને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરના વડપણ હેઠળની મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે સરકાર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને અમુક વસ્તુઓ અને વ્યક્તિઓની આવ-જા રોકવા માટેનો આદેશ કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરકારે આદેશ કર્યો છે કે ઇમરજન્સી, સ્વાસ્થ્ય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ તેમજ સરકારી કાર્યાલય 15 ટકા ક્ષમતા અથવા 15 વ્યક્તિ સાથે કામ કરી શકશે. તમામ ખાનગી ઓફિસો 10 ટકા સ્ટાફ અથવા 10 વ્યક્તિ જે વધારે હોય તેની સાથે કામ કરી શકશે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યુ હતુ કે 30 જૂન પછી પણ રાજ્યમાં પ્રતિબંધ ચાલુ જ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ટીવીમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે 30 જૂન પછી રાજ્યમાં લૉકડાઉન અંગે લાગૂ કરવામાં આવેલા નિયમ ચાલુ રહેશે. ઠાકરેએ લૉકડાઉનમાં ઢીલ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ ઠાકરેએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, “શું 30 જૂન પછી લૉકડાઉન હટાવવામાં આવશે? સ્પષ્ટ જવાબ ‘ના’ છે.”

મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીએ કહ્યુ કે, “કેસના આધારે ઢીલ આપવામાં આવશે. દા.ત. મુસાફર પરિવહન અંગે અમુક પ્રતિબંધ ચાલુ રહેશે, પરંતુ અમુક સ્થાનિક સેવાઓને મંજૂરી આપવામાં આવશે.” ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા હોવાથી કડક પ્રતિબંધો જરૂરી છે. “હું લૉકડાઉન શબ્દનો પ્રયોગ ન કરું તો પણ કોઈ ખોટા ખયાલમાં ન રહેતા અને સુરક્ષા બિલકુલ ઓછી ન કરતા. હકીકતમાં આપણે નિયમો વધારે કડક કરવાની જરૂર છે.”