નિર્ણય@મહેસાણા: વહીવટદારે દૂધસાગરના એકસાથે 40 કર્મીઓની બદલી કરી

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે દૂધસાગર ડેરીના વહીવટદારને ઘીમાં ભેળસેળ મામલે 40 કર્મચારીઓ પર મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. આજે વહીવટદારે અચાનક 40 કર્મીઓની બદલી કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. અગાઉ દૂધસાગર ડેરીના ‘સાગર’ બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આ તરફ હાલમાં દૂધસાગર ડેરીના ઘીના વેચાણમાં ઘટાડો
 
નિર્ણય@મહેસાણા: વહીવટદારે દૂધસાગરના એકસાથે 40 કર્મીઓની બદલી કરી

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે દૂધસાગર ડેરીના વહીવટદારને ઘીમાં ભેળસેળ મામલે 40 કર્મચારીઓ પર મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યુ છે. આજે વહીવટદારે અચાનક 40 કર્મીઓની બદલી કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. અગાઉ દૂધસાગર ડેરીના ‘સાગર’ બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. આ તરફ હાલમાં દૂધસાગર ડેરીના ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ તરફ ભેળસેળના મામલો સામે આવ્યાં બાદ વહીવટદાર દ્રારા 40 કર્મીઓની બદલી કરી નાંખવામાં આવી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ આજે 40 કર્મચારીઓ પણ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ઘીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. ઘીના વેચાણમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ તરફ ડેરીના વર્તમાન વહીવટદારે 40 કર્મીઓની બદલી કરવામાં આવી છે. વહીવટદાર દ્રારા દૂધમાં ભેળસેળ થઇ તે સમયે રહેલા કર્મીઓની બદલી કરવામાં આવી છે.

નિર્ણય@મહેસાણા: વહીવટદારે દૂધસાગરના એકસાથે 40 કર્મીઓની બદલી કરી
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દૂધસાગર ડેરીનું ઘી ખરીદનાર લોકોની સંખ્યા પણ ઘટી હોવાનું સામે આવ્યું છે. બ્રાન્ડ નેમને મોટો ફટકો પડ્યા બાદ વેચાણમાં ઘટાડો થયો છે. જેની સાથે ડેરીના કર્મચારીઓની મંડળી સહયોગના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. નોંધનિય છે કે, ડેરીના ઘીમાં છેક રાજસ્થાનમાં અગાઉ ભેળસેળ સામે આવ્યા બાદ પૂર્વ સત્તાધિશો હાલ જેલમાં બંધ છે. આ તરફ વર્તમાન વહીવટદાર દ્રારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે.