નિર્ણય@મોડાસા: સંક્રમણ વધતાં અનલોક વચ્ચે આ ગામમાં સ્વયંભૂ લોકાડાઉન

અટલ સમાચાર, મોડાસા કોરોના મહામારી વચ્ચે હવે લોકો સાવચેતીના ભાગરૂપે અને સંક્રમણ રોકવા અનલોકમાં પણ સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે. મોડાસા તાલુકાના ઇટાડી ગામમાં કોરોના મહામારીને કારણે ગામમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયત દ્રારા 7 ઓક્ટોમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉનની અમલવારી કરવાનું કહેવામાં આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
નિર્ણય@મોડાસા: સંક્રમણ વધતાં અનલોક વચ્ચે આ ગામમાં સ્વયંભૂ લોકાડાઉન

અટલ સમાચાર, મોડાસા

કોરોના મહામારી વચ્ચે હવે લોકો સાવચેતીના ભાગરૂપે અને સંક્રમણ રોકવા અનલોકમાં પણ સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે. મોડાસા તાલુકાના ઇટાડી ગામમાં કોરોના મહામારીને કારણે ગામમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. ગ્રામ પંચાયત દ્રારા 7 ઓક્ટોમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉનની અમલવારી કરવાનું કહેવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ઇટાડી ગામે અનલોકમાં સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. ઇટાડી ગામે વધતા જતાં કોરોના કેસના કારણે ઇટાડી ગ્રામ પંચાયતે લોકડાઉન જાહેર કર્યું છે. મોડાસાના ઇટાડી ગામે 7 ઓક્ટોમ્બર સુધી સ્વયંભૂ લોક ડાઉન રહેશે. આ સાથે દુકાનો સવારે 7 થી 11 સુધી ખુલ્લી રહેશે તેમજ તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.