નિર્ણય@પાલનપુર: સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયું, હવે 2 મે સુધી વેપાર-ધંધા સંપૂર્ણ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર શહેરમાં હાલમાં ચાલી રહેલા સ્વૈચ્છિક લોકડાઉનને આગામી 2 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. ગઇકાલે પાલનપુર પાલિકા ખાતે અધિકારીઓ અને વેપારી એસોસિએશનની મીટીંગ મળી હતી. જેમાં સ્વૈચ્છિક લોકડાઉનની સફળતા માટે આભાર માન્યા બાદ વર્તમાન સ્થિતિને જોતાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનું નક્કી કરાયુ હતુ. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
નિર્ણય@પાલનપુર: સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયું, હવે 2 મે સુધી વેપાર-ધંધા સંપૂર્ણ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર શહેરમાં હાલમાં ચાલી રહેલા સ્વૈચ્છિક લોકડાઉનને આગામી 2 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. ગઇકાલે પાલનપુર પાલિકા ખાતે અધિકારીઓ અને વેપારી એસોસિએશનની મીટીંગ મળી હતી. જેમાં સ્વૈચ્છિક લોકડાઉનની સફળતા માટે આભાર માન્યા બાદ વર્તમાન સ્થિતિને જોતાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનું નક્કી કરાયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનને તા.02/05/2021(મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ,રવિ) સુધી લંબાવવાનું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, ગઇકાલે પાલનપુર નગપાલિકા ખાતે પ્રાંત અધિકારી, ડીવાયએસપી, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ 27 વિવિધ એસોસિએશનના હોદેદારો તેમજ સિવિલ સોસાયટીના આગેવાનોની મીટીંગ મળી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઇકાલે મળેલી મીટીંગમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવાનું નક્કી કરાયુ છે. જોકે જનતા કર્ફ્યૂ દરમ્યાન પાલનપુર શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓને દુકાન (દૂધ ,શાકભાજી) સવારે 6:00 થી સવારના 9:00 વાગ્યા સુધી ચાલુ રાખી શકશો. જનતા કર્ફ્યૂ દરમ્યાન મેડિકલની દુકાનો ચાલુ રહેશે.