નિર્ણય@પાટણ: કોરોના કહેર વધતાં તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોઇ દરરોજ 100 ઉપર નવા કેસો સામે આવી રહ્યા છે. જેને લઇ કોરોના સંક્રમણની ચેન તોડવા આરોગ્ય અને વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. આ તરફ હવે વહીવટી તંત્ર દ્રારા સંક્રમણ રોકવા જનહિતમાં પાટણ જીલ્લાના તમામ જનસેવા કેન્દ્ર અને ઇ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ 2021
 
નિર્ણય@પાટણ: કોરોના કહેર વધતાં તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોઇ દરરોજ 100 ઉપર નવા કેસો સામે આવી રહ્યા છે. જેને લઇ કોરોના સંક્રમણની ચેન તોડવા આરોગ્ય અને વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. આ તરફ હવે વહીવટી તંત્ર દ્રારા સંક્રમણ રોકવા જનહિતમાં પાટણ જીલ્લાના તમામ જનસેવા કેન્દ્ર અને ઇ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ 2021 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના કહેર વધી રહ્યો હોઇ વહીવટી તંત્ર દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ માત્ર સોમવારના દિવસે જ જનસેવા કેન્દ્રો અને ઇ-ધરા કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય લેવાયા બાદ હવે ફરી એકવાર મોટો નિર્ણય સામે આવ્યો છે. જે મુજબ પાટણ જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રો તા.30 એપ્રિલ 2021 સુધી નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.