નિર્ણય@પાટણ: કોરોના કહેર વધતાં સોમવારે તમામ જનસેવા કેન્દ્ર અને ઈ–ધરા કેન્દ્ર બંધ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો હોઇ વહીવટી તંત્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે. પાટણમાં કોરોના સંક્રમણની ચેન તોડવા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો અને ઈ–ધરા કેન્દ્રો તા.12 એપ્રિલ,2021 સોમવારના રોજ નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આવતીકાલે બીજો શનિવાર અને પરમદિવસે રવિવાર બાદ સોમવારે પણ જનસેવા
 
નિર્ણય@પાટણ: કોરોના કહેર વધતાં સોમવારે તમામ જનસેવા કેન્દ્ર અને ઈ–ધરા કેન્દ્ર બંધ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો હોઇ વહીવટી તંત્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે. પાટણમાં કોરોના સંક્રમણની ચેન તોડવા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો અને ઈ–ધરા કેન્દ્રો તા.12 એપ્રિલ,2021 સોમવારના રોજ નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આવતીકાલે બીજો શનિવાર અને પરમદિવસે રવિવાર બાદ સોમવારે પણ જનસેવા અને ઇ-ધરા કેન્દ્રો બંધ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં કોવિડ-19ની મહામારીને લીધે કોરોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેની અટકાયત માટે વહિવટી તંત્ર દ્વારા જનહિતમાં વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. નોવેલ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પાટણ જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અને નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય એ હેતુથી મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ પાટણ જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો અને ઈ–ધરા કેન્દ્રો તા.12 એપ્રિલ,2021 સોમવારના રોજ નાગરિકોના હિતમાં બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.