નિર્ણય@રાધનપુર: કોરોના સંક્રમણ અટકાવવા બપોર પછી બજારો બંધ રહેશે

અટલ સમાચાર, રાધનપુર કોરોના મહામારી વચ્ચે રાધનપુર અને સાંતલપુરમાં કેસો વધતાં બજારો બપોર પછી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાધનપુર વેપારી એસોસિએશન દ્રારા બજારો સવારે 8 થી 4 વાગ્યા સુધી ચાલુ અને બપોર પછી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આ તરફ સાંતલપુરમાં પણ દુકાનો સવારે 8 થી બપોર 2 વાગ્યા સુધી જ ખુલ્લી
 
નિર્ણય@રાધનપુર: કોરોના સંક્રમણ અટકાવવા બપોર પછી બજારો બંધ રહેશે

અટલ સમાચાર, રાધનપુર 

કોરોના મહામારી વચ્ચે રાધનપુર અને સાંતલપુરમાં કેસો વધતાં બજારો બપોર પછી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાધનપુર વેપારી એસોસિએશન દ્રારા બજારો સવારે 8 થી 4 વાગ્યા સુધી ચાલુ અને બપોર પછી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આ તરફ સાંતલપુરમાં પણ દુકાનો સવારે 8 થી બપોર 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@રાધનપુર: કોરોના સંક્રમણ અટકાવવા બપોર પછી બજારો બંધ રહેશે

પાટણ જીલ્લાના કોરોના કેસો વધતાં રાધનપુર-સાંતલપુરના વેપારી એસોસિએશને સાવચેતીના ભાગરૂપે દુકાનોના સમયમાં ફેરફાર કર્યો છે. આ સાથે વેપારીઓ અને ગ્રાહકો તમામે માસ્ફ પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવા અપીલ કરી છે. સાંતલપુરના વેપારી એસોસિએશને બજારો સવારે 8 થી બપોર 2 સુધી ખુલ્લી રાખી અને બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નિર્ણય@રાધનપુર: કોરોના સંક્રમણ અટકાવવા બપોર પછી બજારો બંધ રહેશે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર પંથકમાં પણ કોરોનાના કેસ કુદકે-ભૂસકે વધી રહ્યા છે. જેને લઇ કોરોના સંક્રમણ અટકાવવા બજારોમાં દુકાન ખોલવા અને બંધ કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. વેપારી મંડળ દ્રારા રાધનપુરની બજારો સવારે 8 થી 4 વાગ્યા સુધી ચાલુ રાખવા અને બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે તંત્ર અને નગરપાલિકા દ્રારા પણ માસ્ક નહિ પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સનો ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવાશે તેવુ સૂત્રો તરફથી માહિતી મળી છે.