નિર્ણય@રાજકોટ: સરકાર ભલે છૂટ આપે પણ આ આયોજકો નવરાત્રીનું આયોજન નહિ કરે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સરકાર ભલે નવરાત્રી દરમ્યાન છૂટછાટ આપવાનું વિચારી રહી હોય પરંતુ હાલ કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ અને મોરબીમાં અમુક આયોજકો તરફથી આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરવાની જાહેરાત કરી છે. આયોજકોનું કહેવું છે કે સરકાર ભલે નવરાત્રીની છૂટ આપે પરંતુ તેમના તરફથી આ વર્ષે નવરાત્રીનું આયોજન નહીં કરવામાં
 
નિર્ણય@રાજકોટ: સરકાર ભલે છૂટ આપે પણ આ આયોજકો નવરાત્રીનું આયોજન નહિ કરે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સરકાર ભલે નવરાત્રી દરમ્યાન છૂટછાટ આપવાનું વિચારી રહી હોય પરંતુ હાલ કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ અને મોરબીમાં અમુક આયોજકો તરફથી આ વર્ષે ગરબાનું આયોજન નહીં કરવાની જાહેરાત કરી છે. આયોજકોનું કહેવું છે કે સરકાર ભલે નવરાત્રીની છૂટ આપે પરંતુ તેમના તરફથી આ વર્ષે નવરાત્રીનું આયોજન નહીં કરવામાં આવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ અને મોરબીના આયોજકો તરફથી નવરાત્રીનું આયોજન નહીં કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં બીજા આયોજકો પણ આ યાદીમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજકોટમાં અર્વાચીન રાસ ગરબાનું આયોજન કરતા રાજકોટના બે આયોજકોએ મોટો નિર્ણય કર્યો છે. આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને અર્વાચીન રાસોત્સવનું આયોજન નહીં કરવામાં આવે છે. રાજકોટમાં સરગમ ક્લબ અને સહિયર ક્લબ તરફથી આ વર્ષે રાસોસ્તવનું આયોજન નહીં કરવામાં આવે. આયોજકોના કહેવા પ્રમાણે સરકાર છૂટછાટ આપશે તો પણ અમારા તરફથી રાસોત્સવનું આયોજન નહીં કરવામાં આવે.

મોરબીમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને દર વર્ષે પાટીદાર ગ્રુપ દ્વારા યોજવામાં આવતા પાટીદાર નવરાત્રી મહોત્સવ નહીં યોજવામાં આવે. આ મામલે મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયાએ કહ્યુ હતુ કે, ‘મોરબીની જનતાના આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવ નહીં યોજવામાં આવે.’ પાટીદાર નવરાત્રી મહોત્સવ ઉપરાંત મોરબીનો ઉમિયા નવરાત્રી મહોત્સવ પણ નહીં યોજવામાં આવે.