નિર્ણય@સાબરકાંઠા: કોરોના કહેર યથાવત રહેતાં આ 2 શહેરોમાં લોકડાઉન લંબાવાયું

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર કોરોનાની સ્થિતિ પારખીને ગુજરાતના અનેક ગામડા અને નાના શહેરો સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે. પરંતુ કોરોનાની સ્થિતિ હજી થાળે ન પડતા, જે ગામડા અને શહેરોમાં સ્વંયભૂ લોકડાઉન રાખવામાં આવ્યું હતું, તેની મર્યાદા વધારી દેવામાં આવી છે. સાંબરકાંઠા જિલ્લાના 2 શહેરોએ સ્વંયભૂ લોકડાઉન વધારી દીધું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
નિર્ણય@સાબરકાંઠા: કોરોના કહેર યથાવત રહેતાં આ 2 શહેરોમાં લોકડાઉન લંબાવાયું

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

કોરોનાની સ્થિતિ પારખીને ગુજરાતના અનેક ગામડા અને નાના શહેરો સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે. પરંતુ કોરોનાની સ્થિતિ હજી થાળે ન પડતા, જે ગામડા અને શહેરોમાં સ્વંયભૂ લોકડાઉન રાખવામાં આવ્યું હતું, તેની મર્યાદા વધારી દેવામાં આવી છે. સાંબરકાંઠા જિલ્લાના 2 શહેરોએ સ્વંયભૂ લોકડાઉન વધારી દીધું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. વડાલી શહેરમાં 9 મે થી 16 મે સુધી સ્વયંભૂ બંધ લંબાવાયું છે. ફરીથી વડાલી શહેરમાં 7 દિવસનું સ્વયંભુ બંધ લંબાવવાનો નિર્ણય કરાયો છે. સવારે 6 થી 12 સુધી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. 2 મે થી 8 મે સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો હતો. વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 218 કેસ પોઝિટિવ નોધાયા છે. તો વડાલીના શહેરી વિસ્તારમાં 83 અને ગ્રામ્ય વિસ્તારમાં 135 કેસ નોંધાયા છે. બીજી તરફ સ્વંયભુ બંધનો ભંગ કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવશે. પરંતુ શહેરમાં મેડિકલ સેવાઓ ચાલુ રહેશે.

નિર્ણય@સાબરકાંઠા: કોરોના કહેર યથાવત રહેતાં આ 2 શહેરોમાં લોકડાઉન લંબાવાયું

આ સાથે સાબરકાંઠાના તલોદ ગામમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો છે. તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ રહેશે. 10 મે થી 16 મે સુધી તલોદ સ્વયંભુ બંધ રહેશે. તલોદ તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 575 કેસ પોઝિટિવ નોધાયા છે. શહેરી વિસ્તારમાં 182 અને ગ્રામ્ય વિસ્તારમાં 393 કેસ નોંધાયા છે. ત્યારે અહી પણ આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે, દૂધ, દહીંનું વેચાણ સવારે 6 થી 9 અને સાંજે 4 થી 6 કરી શકાશે. મેડિકલની દુકાન ખુલ્લી રહેશે.

નિર્ણય@સાબરકાંઠા: કોરોના કહેર યથાવત રહેતાં આ 2 શહેરોમાં લોકડાઉન લંબાવાયું