નિર્ણય@સાબરકાંઠા: શહીદ દીને મુશ્કેલીની માર્ચ, 2 જીલ્લાના ખેડૂતો કાઢશે બાઇક રેલી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં આવતીકાલે શહીદ દિવસે વિવિધ મુદ્દાને લઇ ખેડૂતો મોટર સાયકલ રેલીનો પ્રારંભ કરવાના છે. જે રેલી ખેડબ્રહ્માથી નીકળી ગાંધીનગર વિધાનસભા જવાની હોવાનું સામે આવ્યુ છે. આવતીકાલે જ શહીદ દિવસે જ ખેડૂતોએ મુશ્કેલીની માર્ચ નિકાળવાનું નક્કી કર્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ પહેલાં મુખ્યમંત્રીએ નિવેદન
 
નિર્ણય@સાબરકાંઠા: શહીદ દીને મુશ્કેલીની માર્ચ, 2 જીલ્લાના ખેડૂતો કાઢશે બાઇક રેલી

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં આવતીકાલે શહીદ દિવસે વિવિધ મુદ્દાને લઇ ખેડૂતો મોટર સાયકલ રેલીનો પ્રારંભ કરવાના છે. જે રેલી ખેડબ્રહ્માથી નીકળી ગાંધીનગર વિધાનસભા જવાની હોવાનું સામે આવ્યુ છે. આવતીકાલે જ શહીદ દિવસે જ ખેડૂતોએ મુશ્કેલીની માર્ચ નિકાળવાનું નક્કી કર્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલાં મુખ્યમંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતોના કોઇ પ્રશ્નો નથી. તેના વિરોધમાં પણ ભારતીય કિસાન સંઘ દ્રારા મુખ્યમંત્રીને પત્ર લખી પોતાના 22 જેટલાં પ્રાણપ્રશ્નો લખી આવેદનપત્ર મોકલી આપ્યુ છે.

નિર્ણય@સાબરકાંઠા: શહીદ દીને મુશ્કેલીની માર્ચ, 2 જીલ્લાના ખેડૂતો કાઢશે બાઇક રેલી

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ખેડૂતો દૈનિક સમસ્યાને લઇ હવે આકરા પાણીએ આવ્યા છે. જેમાં હવે ભારતીયા કિસાન સંઘ દ્રારા આવતીકાલે શહીદ દીને ખેડબ્રહ્માથી મોટર સાયકલ રેલીનું એલાન કરવામાં આવ્યુ છે.

નિર્ણય@સાબરકાંઠા: શહીદ દીને મુશ્કેલીની માર્ચ, 2 જીલ્લાના ખેડૂતો કાઢશે બાઇક રેલી

જે રેલી ખેડબ્રહ્માથી વડાલી-ઇડર-હિંમતનગર-પ્રાંતિજ થઇને ગાંધીનગર વિધાનસભા જશે તેવી વિગતો સામે આવી છે. જેમાં ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી વિવિધ પ્રશ્નોના નિરાકરણની રજૂઆત કરી છે.

નિર્ણય@સાબરકાંઠા: શહીદ દીને મુશ્કેલીની માર્ચ, 2 જીલ્લાના ખેડૂતો કાઢશે બાઇક રેલી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શહીદ દીને જ ખેડૂતો મુશ્કેલીની માર્ચ કાઢવાના હોવાનું સામે આવ્યુ છે. ખેડૂતોએ મુખ્યમંત્રીને આવેદનપત્રમાં ચણા-ઘઉં-ડાંગરની ખરીદી વધારવા, સાબરકાંઠા જીલ્લાનો 2019-20નો કૃષિ પાક વિમો તાત્કાલિક ચુકવવા, એપ્રિલમાં તળાવો, ચેકડેમો તત્કાળ ઊંડા કરવા આદેશ આપવા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી છે. આ સાથે મુખ્યમંત્રીના અગાઉના રાજ્યના ખેડૂતોને કોઇ પ્રશ્નો ન હોવાના નિવેદનને લઇ આક્રોશ સાથે પોતાના 22 જેટલાં મુદ્દા આવેદનમાં રજૂ કર્યા છે.

નિર્ણય@સાબરકાંઠા: શહીદ દીને મુશ્કેલીની માર્ચ, 2 જીલ્લાના ખેડૂતો કાઢશે બાઇક રેલી