નિર્ણય@સૌરાષ્ટ્ર: આ શહેરમાં વધુ 5 દિવસ માટે લંબાવાયું લોકડાઉન, 2 મે સુધી સજ્જડ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યભરમાં કોરોનાના કાળા કહેર વચ્ચે ગામડાઓ અને નાના શહેરમાં લોકો પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વધુ 5 દિવસના સ્વૈચ્છિક બંધનો નિણર્ય લેવાયો છે. અગાઉની બેઠકમાં 21 થી 27 એપ્રિલ સુધી બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને હજુ આગળ વધારવામાં આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
નિર્ણય@સૌરાષ્ટ્ર: આ શહેરમાં વધુ 5 દિવસ માટે લંબાવાયું લોકડાઉન, 2 મે સુધી સજ્જડ બંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યભરમાં કોરોનાના કાળા કહેર વચ્ચે ગામડાઓ અને નાના શહેરમાં લોકો પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વધુ 5 દિવસના સ્વૈચ્છિક બંધનો નિણર્ય લેવાયો છે. અગાઉની બેઠકમાં 21 થી 27 એપ્રિલ સુધી બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને હજુ આગળ વધારવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલાના બંધને તમામ વેપારીઓ દ્વારા આ સમય દરમ્યાન તમામ ધધા રોજગાર બંધ રાખી પ્રતિસાદ આપ્યો હતો. આજે નગરપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં આગામી 2 મે સુધી સ્વૈચ્છિક બંધની જાહેરાત કરાઈ છે. બંધ દરમ્યાન શાકભાજી માર્કેટ, ફુર્ટ અને કુરિયર સર્વિસ સવારે 8 થી 12 ખોલી શકાશે. તેમજ દૂધની ડેરી સવારે 8 થી 11 અને સાંજે 7 થી 9 ખોલી શકાશે. આ સીવાય તમામ ધધા રોજગાર બંધ રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલી શકાશે.