નિર્ણય@સોમનાથ: 21 કરોડના ખર્ચે સફેદ મારબલમાંથી પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનશે

અટલ સમાચાર,ડેસ્ક પવિત્ર યાત્રાધામ સોમનાથમાં દર્શને આવતાં લાખો ભક્તોને હવે શિવ સાથે શક્તિપીઠના પણ દર્શન થશે. સોમનાથ મંદિર પરીરસમાં જ માં પાર્વતીનું ભવ્ય મંદિર બનશે. સોમનાથ ટ્રસ્ટના લેવાયેલા નિર્ણય મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે સફેદ મારબલમાંથી પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો યાત્રાધામ સોમનાથ
 
નિર્ણય@સોમનાથ: 21 કરોડના ખર્ચે સફેદ મારબલમાંથી પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનશે

અટલ સમાચાર,ડેસ્ક

પવિત્ર યાત્રાધામ સોમનાથમાં દર્શને આવતાં લાખો ભક્તોને હવે શિવ સાથે શક્તિપીઠના પણ દર્શન થશે. સોમનાથ મંદિર પરીરસમાં જ માં પાર્વતીનું ભવ્ય મંદિર બનશે. સોમનાથ ટ્રસ્ટના લેવાયેલા નિર્ણય મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે સફેદ મારબલમાંથી પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર કરોડો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સૌ કોઇ સોમનાથ મંદિરના ઈતિહાસ અને ભવ્યતા વિશે પરિચિત છે. ત્યારે હવે તેમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. હવે સોમનાથમાં શક્તિપીઠના પણ દર્શન થઇ શકશે. થોડા સમયમાં સોમનાથ મહાદેવના મંદિર પરીસરમાં જ પાર્વતી માતાનું ભવ્યાતિભવ્ય મંદિર બનશે. આકાશમાંથી જોવાય તો પણ પાર્વતીજીનું મંદિર અલગ દેખાય તેટલું વિશાળ હશે. ત્યારે શ્રદ્ધાળુઓ શિવ અને પાર્વતીના દર્શનનો લ્હાવો લઇ શકશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સોમનાથમાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે ત્યારે વધુ એક સુવિધાનો લાભ પણ યાત્રીઓને મળશે. મુંબઇમાં મરીન લાઇન્સ છે તેવો જ વોક વે સોમનાથમાં બનવા જઇ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે 1.5 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો વોક વે બની રહ્યો છે. આ વોક વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી તૈયાર થશે. આ યાત્રી વોક વે સાગર દર્શનથી શરૂ થઇને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ વોક વે પર ચાલતા સમુદ્ર દર્શન, સોમનાથ મંદિરના દર્શન, રામ મંદિરના દર્શન અને ત્રિવેણ સંગમની અલૌકિક અનુભૂતિ કરી શકશે. આ વૉક વે પર 200 મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ વોક વેમાં મ્યુઝિક સિસ્ટમ અને આધુનિક લાઇટિંગ પણ હશે. સાથે પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે 2500 કાર પાર્ક થઇ શકે એટલું મોટું વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.