નિર્ણય@ઊંઝા: એસોસિએશનની પહેલ, કરિયાણાની ફ્રી હોમ ડિલીવરી કરશે

અટલ સમાચાર,મહેસાણા (મનોજ ઠાકોર) સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે લોકોને સરકાર દ્વારા લોકદાઉન કરવામાં આવ્યા છે. ત્યારે ઊંઝા તાલુકાના કરિયાણા એસોસિએશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. ઊંઝા તાલુકાના કરિયાણા આવશ્યક ચીજ વસ્તુઓ વેપારીઓ સાથે ચર્ચા કરતા તેઓ કરિયાણાની હોમ ડિલીવરી કરવા સમજુત થયેલ છે. જે બાબતે ઊંઝા શહેરની હદ વિસ્તારમાં
 
નિર્ણય@ઊંઝા: એસોસિએશનની પહેલ, કરિયાણાની ફ્રી હોમ ડિલીવરી કરશે

અટલ સમાચાર,મહેસાણા (મનોજ ઠાકોર)

સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે લોકોને સરકાર દ્વારા લોકદાઉન કરવામાં આવ્યા છે. ત્યારે ઊંઝા તાલુકાના કરિયાણા એસોસિએશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. ઊંઝા તાલુકાના કરિયાણા આવશ્યક ચીજ વસ્તુઓ વેપારીઓ સાથે ચર્ચા કરતા તેઓ કરિયાણાની હોમ ડિલીવરી કરવા સમજુત થયેલ છે. જે બાબતે ઊંઝા શહેરની હદ વિસ્તારમાં ને જથ્થાની કોઈપણ વધારાની ડીલેવરી ચાર્જ વગર હોમ ડિલીવરી કરવા માટે સંમતિ આપે છે.

નિર્ણય@ઊંઝા: એસોસિએશનની પહેલ, કરિયાણાની ફ્રી હોમ ડિલીવરી કરશે

ઊંઝા નગરપાલિકાના કોઈ પણ નાગરિકને નીચે મુજબના દુકાનદારો નો સંપર્ક કરી પોતાના માટે કે પોતે જે વિસ્તારમાં રહેતા હોય તે સોસાયટી ફળિયા કે ફ્લેટ વગેરે તમામ રહેશો વતી ઓર્ડર આપીને પણ આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકે છે જેથી મોટા સમુદાયને એક સાથે જીવન જરૂરિયાતની કરીયાણાની ચીજ વસ્તુઓ પહોંચાડી શકાય અને સૌ આ સેવાનો લાભ લઈએ તેમજ ઘરમાંથી બહાર નીકળે નહીં અને આ સેવાનો લાભ લેવા વહીવટીતંત્રે નમ્ર અપીલ કરી છે. ત્યારે વેપારીઓએ કરિયાણાના વેપારી ઓની યાદી નંબર સાથે રજુ કરતા ગ્રાહકોમાં આનંદની લાગણી છવાઈ છે.

નિર્ણય@ઊંઝા: એસોસિએશનની પહેલ, કરિયાણાની ફ્રી હોમ ડિલીવરી કરશે

સમગ્ર મામલે એસોસિયન પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રજા મોટી સંખ્યામાં દુકાનદારો ને ત્યાં આવે નહીં અને લોકો નાસ્વાસ્થ્ય માટે આ નિર્ણય મામલતદાર પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના હોદ્દેદારોની સાથે રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યું હતું.