નિર્ણય@વાવ: સરપંચોની અનામત બેઠકો જાહેર, 27 ગામનું સુકાન મહિલાઓને

અટલ સમાચાર, વાવ બનાસકાંઠા જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે વાવ તાલુકાના પંચાયત આલમ માટે મોટો નિર્ણય સામે આવ્યો છે. સરપંચો માટેની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંતર્ગત મહિલા અને પુરૂષ સહિત સમાજના વર્ગ મુજબનો નિર્ણય કલેક્ટરે કર્યો છે. જેમાં કુલ 53 ગ્રામ પંચાયતો પૈકી 27 ગામનું સુકાન મહિલાઓને ફાળે આવે તેમ છે. જેમાં એસ.એસટી અને ઓબીસી વર્ગ
 
નિર્ણય@વાવ: સરપંચોની અનામત બેઠકો જાહેર, 27 ગામનું સુકાન મહિલાઓને

અટલ સમાચાર, વાવ

બનાસકાંઠા જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે વાવ તાલુકાના પંચાયત આલમ માટે મોટો નિર્ણય સામે આવ્યો છે. સરપંચો માટેની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંતર્ગત મહિલા અને પુરૂષ સહિત સમાજના વર્ગ મુજબનો નિર્ણય કલેક્ટરે કર્યો છે. જેમાં કુલ 53 ગ્રામ પંચાયતો પૈકી 27 ગામનું સુકાન મહિલાઓને ફાળે આવે તેમ છે. જેમાં એસ.એસટી અને ઓબીસી વર્ગ માટે 16 જ્યારે બિનઅનામત વર્ગ માટે 37 ગામો સરપંચની બેઠકો માટે જાહેર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@વાવ: સરપંચોની અનામત બેઠકો જાહેર, 27 ગામનું સુકાન મહિલાઓને

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા હેઠળના ગામોમાં આગામી દિવસોએ જાહેર થનાર ચૂંટણી અંતર્ગત કલેક્ટરે ફેરફાર આપ્યો છે. જેમાં સરપંચના પદ માટે મહિલા અનામત અને અનુસુચિત જાતિ સહિતના વર્ગ માટેના ગામો જાહેર કર્યા છે. તાલુકાના કુલ 53 ગ્રામ પંચાયત પૈકી બિનઅનામત વર્ગ માટેની કુલ 37 પૈકી 19 બેઠકો સ્ત્રી માટે જ્યારે 18 બેઠકો સામાન્ય તરીકે, અનુ.જાતિને મળવાપાત્ર બેઠક કુલ ‌10 પૈકી 5 સ્ત્રી માટે જ્યારે અનુ.જાતિ સામાન્ય માટે 5, આદિજાતિને મળવાપાત્ર બેઠક કુલ 1 સ્ત્રી માટે જાહેર થઇ છે. તો વળી, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગને મળવાપાત્ર બેઠક કુલ 5 પૈકી 2 બેઠક સ્ત્રી માટે જ્યારે 3 બેઠક સામાન્ય તરીકે ફાળવી છે.

નિર્ણય@વાવ: સરપંચોની અનામત બેઠકો જાહેર, 27 ગામનું સુકાન મહિલાઓને

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ ફાળવણી અંતર્ગત વાવ તાલુકાના 27 ગામોના સરપંચ ફરજીયાતપણે મહિલા ચુંટાઇ શકશે. જ્યારે તે સિવાયના ગામોમાં વિવિધ વર્ગના પુરૂષ કે સ્ત્રી એમ કોઇપણ ચુંટાઇ શકશે. વસ્તી ગણતરીના આંકડા અમલમાં આવતા નિયમ 4,5,6,7,8 પ્રમાણે વસ્તીની ટકાવારીમાં ફેરફાર થતાં નિયમ-11 અને 12 પ્રમાણે ગામોની યાદીમાં ફેરફાર થાય તો પંચાયતની સામાન્ય ચૂંટણી માટી નવી યાદી તૈયાર થશે. આ ફાળવણી સંબંધે 1994 પછી જે ગ્રામ પંચાયતને અનામતનો લાભ મળી ગયેલ હશે તેનું પુનરાવર્તન કરવાનું રહેશે નહિ.

નિર્ણય@વાવ: સરપંચોની અનામત બેઠકો જાહેર, 27 ગામનું સુકાન મહિલાઓને