નિર્ણય@દાંતીવાડા: રવિ સિઝનમાં 5 વખત ડેમનું પાણી મળશે, 110 ગામની ખેતીને રાહત

અટલ સમાચાર, દાંતીવાડા કોરોના મહામારી વચ્ચે આજથી બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરાઇ છે. જેના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામોને મળવાથી 17 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે. ઉપરવાસમા ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની ખૂબ આવક થઇ હતી. દાંતીવાડા ડેમમાં
 
નિર્ણય@દાંતીવાડા: રવિ સિઝનમાં 5 વખત ડેમનું પાણી મળશે, 110 ગામની ખેતીને રાહત

અટલ સમાચાર, દાંતીવાડા

કોરોના મહામારી વચ્ચે આજથી બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરાઇ છે. જેના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામોને મળવાથી 17 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે. ઉપરવાસમા ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની ખૂબ આવક થઇ હતી. દાંતીવાડા ડેમમાં અત્યારે 591 ફુટ જેટલું પાણી ભરાયેલું હોવાથી આગામી ફેબ્રુઆરી સુધીમાં અનેક વખત પાણી આપવાની વાત સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. આજથી જ 200 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે. જેમાં આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં 5 વખત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે. જેનો લાભ બનાસકાંઠા અને પાટણ જીલ્લાના સરેરાશ 110 ગામના ખેડૂતોને મળશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગત વર્ષે દાંતીવાડા ડેમમાં નહિવત પાણી હોવાના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં થોડી મુશ્કેલી રહેતાં ખેતી પાકને કેટલાક અંશે નુકસાન થયું હતું. દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે. આ વર્ષે ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 ગામની સરેરાશ 17,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઇ માટે મોટી રાહત થઇ છે.