નિર્ણય@મહેસાણા: કોરોના મુદ્દે મિટિંગ, કાલથી 2 દિવસ સ્વયંભૂ બંધ, પહેલાં જેવી નોબત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા શહેર અને જીલ્લામાં કોરોનાનો આંતક વધવાની વચ્ચે પાલિકા અને વેપારી મંડળોએ મોટો નિર્ણય લીધો છે. આજે પાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનના પ્રમુખો અને મંત્રીઓ સહિત રાજકીય આગેવાનો અને પાલિકાના સત્તાધિશોની હાજરી વચ્ચે બેઠક મળી હતી. જેમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોઇ વેપારીઓએ સ્વૈચ્છિક બજારો બંધ રાખવાનું નક્કી કર્યુ છે.
 
નિર્ણય@મહેસાણા: કોરોના મુદ્દે મિટિંગ, કાલથી 2 દિવસ સ્વયંભૂ બંધ, પહેલાં જેવી નોબત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) 

મહેસાણા શહેર અને જીલ્લામાં કોરોનાનો આંતક વધવાની વચ્ચે પાલિકા અને વેપારી મંડળોએ મોટો નિર્ણય લીધો છે. આજે પાલિકાના ટાઉનહોલમાં વેપારી એસોસિએશનના પ્રમુખો અને મંત્રીઓ સહિત રાજકીય આગેવાનો અને પાલિકાના સત્તાધિશોની હાજરી વચ્ચે બેઠક મળી હતી. જેમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોઇ વેપારીઓએ સ્વૈચ્છિક બજારો બંધ રાખવાનું નક્કી કર્યુ છે. જે બાદમાં શનિવાર અને રવિવાર બજારો બંધ રહ્યા બાદ સોમવારે સાંજે 6 વાગ્યાથી દુકાન બંધ રાખવાનું નક્કી કરાયુ છે. આ સર્વાનુમતે લેવાયેલ નિર્ણય 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં વધતાં કોરોના કહેરની વચ્ચે મહેસાણાના બજારો શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરી વિસ્તારમાં સંક્રમણ સતત વધી રહ્યું હોઇ આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર અને હવે વેપારીઓ પણ હરકતમાં આવ્યા છે. આજે પાલિકાના ટાઉનહોલમાં શહેરના વિવિધ વેપારીમંડળના પ્રમુખો, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના હાજરી વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના સંક્રમણની ચેન તોડવા સ્વયંભૂ બંધ જરૂરી હોવાની વાતો વચ્ચે શનિ-રવિ મહેસાણાની બજારો બંધ રાખવાનું નક્કી કરાયુ છે.

નિર્ણય@મહેસાણા: કોરોના મુદ્દે મિટિંગ, કાલથી 2 દિવસ સ્વયંભૂ બંધ, પહેલાં જેવી નોબત
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા જીલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. જેને લઇ સરકાર દ્રારા ગત દિવસોએ મહેસાણામાં રાત્રે 8 વાગ્યા બાદ કર્ફ્યુની જાહેરાત કરી હતી. જોકે હવે વેપારી મંડળો અને પાલિકાની બેઠકમાં શનિ-રવિ બજારો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તા.12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ વેપાર-ધંધા બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. જોકે આ નિર્ણય દરમ્યાન જરૂરી ચીજવસ્તુ જેવી કે દુધ અને દવાના સ્ટોર ખુલ્લાં રહેશે.