ડીસા: ચોરાયેલ સિગારેટના 4.25 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા એસ.પી. પ્રદિ૫ શેજુળની સુચના મુજબ જિલ્લામાં બનતા મિલકત સબંધી ચોરીના બનાવો શોધવા તથા અટકાવવા માટે માર્ગદર્શન અને સુચનાઓ આપતાં તે સુચના મુજબ પી.એલ.વાઘેલા,I/C પોલીસ ઇન્સ.,એલ.સી.બી. તથા .એ.ચૌધરી પો.સ.ઇ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ વોચમાં હતા.પો.સ.ઇ પી.એલ.વાઘેલા એલ.સી.બી પાલનપુરને મળેલ બાતમી આધારે તેઓ સાથે પંચો તથા સ્ટાફના અ.હેઙકોન્સ. કુલદીપસિંહ તથા પો.કોન્સ. મિલનદાસ
 
ડીસા: ચોરાયેલ સિગારેટના 4.25 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા એસ.પી. પ્રદિ૫ શેજુળની સુચના મુજબ જિલ્લામાં બનતા મિલકત સબંધી ચોરીના બનાવો શોધવા તથા અટકાવવા માટે માર્ગદર્શન અને સુચનાઓ આપતાં તે સુચના મુજબ પી.એલ.વાઘેલા,I/C પોલીસ ઇન્સ.,એલ.સી.બી. તથા .એ.ચૌધરી પો.સ.ઇ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ વોચમાં હતા.પો.સ.ઇ પી.એલ.વાઘેલા એલ.સી.બી પાલનપુરને મળેલ બાતમી આધારે તેઓ સાથે પંચો તથા સ્ટાફના અ.હેઙકોન્સ. કુલદીપસિંહ તથા પો.કોન્સ. મિલનદાસ તથા પ્રકાશચંન્દ્ર તથા ભરતભાઇ તથા ધેંગાજીની ટીમ ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.40/19 ઇ.પી.કો કલમ 457/380 મુજબના ગુન્હાના કામે ચોરીએ ગયેલ મુદ્દામાલની વોચમા હતા.

ડીસા: ચોરાયેલ સિગારેટના 4.25 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત

આ દરમ્યાન ચોરાયેલ મુદ્દામાલના સીગારેટના બાંધા નંગ-167 કુલ કિ.રૂ.4,25,565 તથા ટાવેરા ગાડી નં.RJ-16 TA-1587 કિ.રૂ.3,00,000 તથા ડાયરી લાલ કલરની વિગેરે મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. સોપી વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

ઝડપાયેલા આરોપીઓ

  • ઉત્તમ મસરાજી મેઘવાલ રહે.સોરાઉ ખોડામેડા તા.સાયલા જી.જાલોર
  • જામતારામ ઉર્ફે જેતારામ દરગાજી દેવાસી રહે.મોકણી તા.સાયલા જી.જાલોર
  • પ્રકાશચંદ ગેવરચંદ દરજી રહે.સાયલા તા.સાયલા જી.જાલોર
  • રત્નારામ હરીરામ ચૌધરી રહે.સાયલા તા.સાયલા જી.જાલોર