ડીસા: છકડો પલટી ખાઇ જતા એકનુ ઘટના સ્થળે જ મોત, એક ગંભીર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા તાલુકાના ગામે આજે બપોરના સમયે એક છકડો પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ એક ઇસમનું કરૂણ મોત થયુ હતુ. અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે
 
ડીસા: છકડો પલટી ખાઇ જતા એકનુ ઘટના સ્થળે જ મોત, એક ગંભીર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા તાલુકાના ગામે આજે બપોરના સમયે એક છકડો પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ એક ઇસમનું કરૂણ મોત થયુ હતુ. અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. નોંધનિય છે કે, આ અકસ્માત કોઇ બે વાહનો વચ્ચે નથી થયો. પરંતુ છકડો પલટી જતાં એક ઇસમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં રાહદારીઓએ ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક ડીસા સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.