ડીસા: રેલ્વે ફાટક પાસે આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જીલ્લામાં હમણાથી આત્મહત્યાના બનાવો વધી રહયા છે. ત્યારે, મંગળવારે સવારે ડીસાના ભોપાનગર રેલ્વે ફાટક નજીક એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ડીસી પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે . ડીસાના ભોપાનગર રેલ્વે ફાટક પાસે મંગળવારે સવારે હિતેશ માળી
 
ડીસા: રેલ્વે ફાટક પાસે આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જીલ્લામાં હમણાથી આત્મહત્યાના બનાવો વધી રહયા છે. ત્યારે, મંગળવારે સવારે ડીસાના ભોપાનગર રેલ્વે ફાટક નજીક એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા ડીસી પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે .

ડીસાના ભોપાનગર રેલ્વે ફાટક પાસે મંગળવારે સવારે હિતેશ માળી નામના 21 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ભુજ-દાદર રેલ્વે નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવીલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.