આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં અવારનવાર પલટો હોવાના લીધે તથા બનાસકાંઠા જિલ્લામાં હાઈએલર્ટ પર ઠંડીનું પણ પ્રમાણ ડીસા શહેરમાં પ્રથમ ક્રમાંકે નોંધાયું હતું. ત્યારે ડીસાવાસીઓ પણ જેમતેમ કરી બીમારીથી બચવા પણ અવનવા પ્રયાસો કરી રહ્યા હતા.

ડીસા શહેરવાસીઓ પણ ડીસા શહેરમાં ખુલ્લી ચીજવસ્તુઓ પણ ખાઈ રહ્યા હોવાથી રોગોને આમંત્રણ પાઠવી રહ્યા હોય તેવુ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે શનિવારે ડીસા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. જોકે અનેક દર્દીઓ માત્ર તાવ જેવા અનેક રોગોમાં સપડાયા હોય તેઓ સિવિલ સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું હતું.

સાથે સાથે ડીસા સિવિલ અધિક્ષક પણ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલની સમયમાં મિશ્ર ઋતુ ચાલુ હોવાથી બહારની વસ્તુ ખાવાનું ટાળવું જોઇએ તેવું ડીસા સિવિલ હોસ્પિટલમાં સિવિલ અધિક્ષક ડોક્ટર અરવિંદભાઈ એ જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code