ડીસા: આસેડા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં ચારને ઈજા

અટલ સમાચાર, ડીસા ડીસા તાલુકાના આસેડા પાસે ગુરુવારે બપોરે સ્વીફ્ટ ડિઝાયર કાર અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીસા ખાતે રહેતા પંચાલ સમાજનો પરિવાર આસેડા પાસે તેમના ફાર્મ હાઉસ ખાતે સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમ્યાન ડીસા
 
ડીસા: આસેડા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં ચારને ઈજા

અટલ સમાચાર, ડીસા

ડીસા તાલુકાના આસેડા પાસે ગુરુવારે બપોરે સ્વીફ્ટ ડિઝાયર કાર અને છકડો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડીસા ખાતે રહેતા પંચાલ સમાજનો પરિવાર આસેડા પાસે તેમના ફાર્મ હાઉસ ખાતે સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને જઈ રહ્યો હતો. આ દરમ્યાન ડીસા આસેડા રોડ પર સામેથી પુર ઝડપે આવી રહેલ છકડો રિક્ષા અને કાર ધડાકાભેર ટકરાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ અકસ્માતમાં પ્રકાશભાઈ શાંતિભાઈ પંચાલ – ઉ 48 રહે ડીસા, શાંતિભાઈ લવજીભાઈ પંચાલ – ઉ.71 રહે ડીસા, પંચાલ શિલ્પાબેન પ્રકાશભાઈ ઉ 40 રહે ડીસા, રાવળ ઈશ્વરભાઈ ભીખાભાઇ ઉ.50 રહે રાનેર તા.શિહોરીને ઈજા થવા પામી હતી.