આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા પો.ઇન્સ એમ.જે.ચૌધરી ડીસા રૂરલ પો.સ્ટેશનની સાથે તથા અ.હેડ.કો.બાબરજી વરસંગજી તથા અપો.કો. પ્રહલાદભાઈ છગનભાઈ, અ.પો.કો. સુરેશકુમાર બળવંતજી, અ.પો.કે ઈશવરભાઈ પુનમાજી, અ.પો.કે ઈદ્રીશભાઈ દોલતખાન નાએ વગેરે સાથે પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન અ.હેડ.કો. બાબરજીને ખાનગી રાહે હકિકત મળેલ કે નવા ગામમાં કેટલાક ઈસમો પોતાના ફાયદા સારૂ ગંજીપાના વડે પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે બાતમીની જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરતા ભાવેશજી સોવનજી ઠાકોર રહે.કણઝરા, પુનાજી અગરાજી ઠાકોર રહે.સાવિયાણા, દશરથજી અમરતજી ઠાકોર રહે.સાવિયાણા, બચુજી અજમલજી ઠાકોર રહે.સાવિયાણા, દલપતજી નાગજીજી ઠાકોર રહે. સાવિયાણા, અશોકજી કાંતીજી ઠાકોર રહે.સાવિયાણા, પ્રહલાદજી કેશાજી ઠાકોર રહે.નવા તા.ડીસાવાળા જુગારના સાહિત્ય સાથે કુલ રોકડ રકમ રૂ.16,550 તથા મોટર સાઈકલ નંગ-4ની કુલ કિં.રૂ.60,000 એમ કુલ મુદ્દામાલ રૂ.76,550 ની સાથે પોલીસ રેડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કરેલ હોય તમામ ઈસમો વિરૂધ્ધ જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code