ડીસાઃ જે.ડી.અજબાની શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) નવરાત્રીના દિવસોમાં ગુજરાત ભરમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને એવી જ રીતે ઘણી બધી શાળાઓમાં પણ ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. રાજ્ય ભરના પાર્ટીપ્લોટમાં તેમજ ગામડાઓમાં માતાજીના મંદિરે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ડીસાની જે.ડી શાળામાં નવરાત્રીના છઠ્ઠા નોરતે શાળાના બાળકોએ ગરબે રમવાનો શિક્ષકોએ આનંદ માણ્યો હતો. ડીસા
 
ડીસાઃ જે.ડી.અજબાની શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

નવરાત્રીના દિવસોમાં ગુજરાત ભરમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને એવી જ રીતે ઘણી બધી શાળાઓમાં પણ ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. રાજ્ય ભરના પાર્ટીપ્લોટમાં તેમજ ગામડાઓમાં માતાજીના મંદિરે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ડીસાની જે.ડી શાળામાં નવરાત્રીના છઠ્ઠા નોરતે શાળાના બાળકોએ ગરબે રમવાનો શિક્ષકોએ આનંદ માણ્યો હતો.

ડીસાઃ જે.ડી.અજબાની શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ડીસા જે.ડી.અજબાની સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. કેજીથી 12માં ધોરણના વિધાર્થીઓએ નવરાત્રી ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય જગદીશભાઈ, કલ્પનાબેન, જિનલબેન ત્રિવેદી, રાજુભાઇ, ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ગરબા મહોત્સવમાં 1 થી 3 નંબરે આવનારને ઇનામો આપવામાં આવ્યા હતા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસાઃ જે.ડી.અજબાની શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
Advertise

શાળાના વિદ્યાથીઓ પોતાના ટ્રેડીશનલ ડ્રેસમાં નાચીને ખૂબ ધૂમ મચાવી હતી. અને શાળાની બાળાઓ કલરીંગ પરી જેવી દેખાઇ આવી હતી. શોળે શણગાર સજીને આવેલી બાળાઓએ નવરાત્રીની ભરપૂર મજા માણી હતી.