ડીસા: લાયન્સ હોલથી અંબિકાચોક સુધીના રોડ પરથી દબાણ દુર કરવા નોટિસ 

અટલ સમાચાર,ડીસા ભાજપ શાસિત ડીસા નગરપાલિકા દ્વારા શહેરના લાયન્સ હોલથી અંબિકાનગર તરફ જતાં માર્ગની ડાબી બાજુમાં આવેલા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની નોટિસ ફટકારાઇ છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી આ નોટિસથી દબાણદારોમાં ફફડાટ મચી ગયો છે. ડીસા શહેરમાં પાલિકા દ્વારા માર્ગોને પહોળા કરવા માટે માર્ગોની આસપાસ વર્ષોથી કરવામાં આવેલા દબાણદારો સામે પણ પાલિકા દ્વારા લાલ
 
ડીસા: લાયન્સ હોલથી અંબિકાચોક સુધીના રોડ પરથી દબાણ દુર કરવા નોટિસ 

અટલ સમાચાર,ડીસા 

ભાજપ શાસિત ડીસા નગરપાલિકા દ્વારા શહેરના લાયન્સ હોલથી અંબિકાનગર તરફ જતાં માર્ગની ડાબી બાજુમાં આવેલા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવાની નોટિસ ફટકારાઇ છે. પાલિકા દ્વારા આપવામાં આવેલી આ નોટિસથી દબાણદારોમાં ફફડાટ મચી ગયો છે.

ડીસા શહેરમાં પાલિકા દ્વારા માર્ગોને પહોળા કરવા માટે માર્ગોની આસપાસ વર્ષોથી કરવામાં આવેલા દબાણદારો સામે પણ પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ડીસા શહેરના હાર્દ સમા લાયન્સ હાલ રોડને પણ પહોળો કરવાના આશયથી ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગની ડાબી સાઈડમાં આચરવામાં આવેલા દબાણ દારોને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ હવે ટૂંક જ સમયમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડીસા નગરપાલિકા દ્વારા જે દબાણો હટાવવાના છે તેમાં પાક્કા દબાણોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલી ચીમકીને પગલે દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.