ડીસાઃ SOGએ ગવાડીમાંથી 6 કિલો ગાંજો જપ્ત કર્યો

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એસઓજીએ રેડ પાડી હતી. જેમાં 6 કિલો ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો અવાર-નવાર મળતી રહે છે. કેટલાક તત્વો દ્વારા નશાકારક વસ્તુઓનું વેચાણ કરી પોતાનો અંગત ફાયદો મેળવવા જિલ્લાવાસીઓને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના
 
ડીસાઃ SOGએ ગવાડીમાંથી 6 કિલો ગાંજો જપ્ત કર્યો

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એસઓજીએ રેડ પાડી હતી. જેમાં 6 કિલો ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

ડીસાઃ SOGએ ગવાડીમાંથી 6 કિલો ગાંજો જપ્ત કર્યોબનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો અવાર-નવાર મળતી રહે છે. કેટલાક તત્વો દ્વારા નશાકારક વસ્તુઓનું વેચાણ કરી પોતાનો અંગત ફાયદો મેળવવા જિલ્લાવાસીઓને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના કિસ્સા પણ સામે આવે છે.

ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં આજે એસઓજી બાતમી આધારે અચાનક જ ત્રાટકી હતી. અને પ્રતિબંધિત નશાયુક્ત ગાંજાનો વેપાર કરતો ઈસ્માઈલ શેખને દબોચી લેવામાં આવ્યો હતો. આ રેડમાં 6 કિલો 491 ગ્રામ ગાંજો હાથ લાગ્યો હતો. તમામ મુદ્દામાલ અને આરોપીની અટક કરી વધુ પૂછતાછ ચલાવી રહી છે.

ગાંજો ક્યાંથી આવે છેઃ સ્થાનિકો

આ અંગે સ્થાનિક લોકોમાં ચર્ચાતું જોવા મળ્યું હતું કે, 6 કિલો ગાંજો આરોપી પાસે ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી તેનું વેચાણ કરતો હતો. તેમજ પોલીસ કડક પુછતાછ કરે તો આ કનેક્શનમાં જોડાયેલા કેટલાય લોકોની ભાળ મળી શકે છે.