ડીસા: ગાંજાનો છોડ વાવનાર ખેડૂત ઝડપાયો, 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠામાં ખરડોસણ ગામની સીમમાં પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા ખેડૂત ઝડપાયો હતો. એસઓજી ટીમે વાવેતર કરનાર ખેડૂત સહિત 1078 ગાંજાના છોડ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ખરડોસણ ગામની સીમમાં એક ખેડૂત તેના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી બનાસકાંઠા પોલીસને મળી હતી. જેના પગલે
 
ડીસા: ગાંજાનો છોડ વાવનાર ખેડૂત ઝડપાયો, 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠામાં ખરડોસણ ગામની સીમમાં પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા ખેડૂત ઝડપાયો હતો. એસઓજી ટીમે વાવેતર કરનાર ખેડૂત સહિત 1078 ગાંજાના છોડ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના ખરડોસણ ગામની સીમમાં એક ખેડૂત તેના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી બનાસકાંઠા પોલીસને મળી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લાની એસ.ઓ.જી.ની ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ખરડોસણ ગામની સીમમાં રહેતા પારજીજી વલાજી ઠાકોરે તેમના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું માલૂમ પડ્યું હતું.

જેથી તેમના ખેતરમાં તપાસ દરમિયાન 1078 ગાંજાના છોડ મળ્યા હતા. અંદાજે ચાર ફૂટની હાઈટ વાળા 1078 છોડ મળી આવતા પોલીસે 120 કિલોના ગાંજાના જથ્થા સાથે કુલ 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વાવેતર કરનાર પારજીજી વલાજી ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી આરોપી વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.