ડીસા: LCBએ વિદેશી દારૂ ભરેલી ક્રેટા સહિત 8.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી, એ .એ.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી, એ.એસ.આઇ મોહનસિંહ, એસઆઈ પ્રવિણસિંહ, એસઆઈ રણજીતસિંહ, પીસી હરેશદાન,પીસી ઘેગાજી,પરવીનભાઈ તથા કમલેશભાઈ ટીમ ડીસા રૂરલ
 
ડીસા: LCBએ વિદેશી દારૂ ભરેલી ક્રેટા સહિત 8.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી, એ .એ.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી, એ.એસ.આઇ મોહનસિંહ, એસઆઈ પ્રવિણસિંહ, એસઆઈ રણજીતસિંહ, પીસી હરેશદાન,પીસી ઘેગાજી,પરવીનભાઈ તથા કમલેશભાઈ ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં કુચાવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી હતી.

આ દરમ્યાન ધાનેરાથી ડીસા તરફ એક સફેદ કલરની ક્રેટા ગાડી આવતા તેને હાથથી ઉભી રાખવાનો ઈશારો કરતા પોતે પોતાની ગાડી કુચાવાડા બાજુ ભગાડેલ સરકારી વાહનથી જેનો પીછો કરતાં પોતે પોતાની ગાડી થોડે દુર રોડની સાઈડમાં ઉતારી ભાગવા જતાં બે ઇસમને પકડી પાડેલ મનહર માંગીલાલ વિષ્ણુ રહે ચિતલવાના જિલ્લો જાલોર રાજસ્થાન તથા ઓમ પ્રકાશ જોગારમ ગંગારામ વિષ્ણુ રહે ભાલાની તાલુકો બાગોઙા જિલ્લો જાલોર રાજસ્થાન વાહન ચાલક તથા અન્ય એક ઈસમ પકડી પાડયો હતો.

પોલીસે આરોપીઓને એકબીજાના મેળાપીપણાથી ક્રેટા ગાડી નં. GJ- 02- CA- 9786મા વગર પાસ પરમીટે ગે.કા.નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરની બોટલો નંગ-1049 કુલ કિ.રૂ.1.35.800 તથા ફોન 3 જેની કીમત 10,500 ગાડી કિ.રૂ.7,૦૦,૦૦૦મળી કુલ મુદૃામાલ કિ.રૂ.8.46.300નો મળી આવેલ તથા બંને ઈસમો પકડાઈ જઈ ગુનો કરેલ હોઈ જેની વિરુદ્ધ ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.