આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ડીસામાં ગુરૂવારે એક પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પોલીસબેડા સહિત મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. મૃતક પોલીસ કર્મીને પી.આઇ, પી.એસ.આઇ સહિત કોન્સ્ટેબલોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ડીસા ઉત્તર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. માલજીભાઇ મેનાભાઇને ગુરૂવારે ચાલુ ફરજ દરમ્યાન હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે કવાયત હાથ ધરાઇ હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા માલજીભાઇનું મોત નિપજયુ હતુ. જેને લઇ પોલીસબેડામાં અને મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code