ડીસાના વેપારીનું પત્નીએ મધરાતે અપહરણ કર્યું, સાળી 40 લાખ માંગે છે તેવું લખાવ્યું

અટલ સમાચાર. પાલનપુર ડીસાના ચામુંડાનગર સોસાયટીમાં રહેતા અને વેપારી કલ્પેશભાઇ શાહનું તેમની પત્નીએ સાળી અને મળતીયાઓ સાથે મળી રવિવારે મધરાતે ઇકો ગાડીમાં અપહરણ કર્યુ હતું. રૂપિયા 50 લાખની માંગણી કરી અપહરણ કરી અમદાવાદના ચાંદખેડામાં લઇ ગયા હતા. ત્યારબાદ કલ્પેશભાઇ શાહ પાસે આરોપી રીનાબેન રૂપિયા ચાલીસ લાખ માંગતા હોવાનું સોગંદનામું લખાવી લેતા આ મામલે અપહરણનો ભોગ
 
ડીસાના વેપારીનું પત્નીએ મધરાતે અપહરણ કર્યું, સાળી 40 લાખ માંગે છે તેવું લખાવ્યું

અટલ સમાચાર. પાલનપુર
ડીસાના ચામુંડાનગર સોસાયટીમાં રહેતા અને વેપારી કલ્પેશભાઇ શાહનું તેમની પત્નીએ સાળી અને મળતીયાઓ સાથે મળી રવિવારે મધરાતે ઇકો ગાડીમાં અપહરણ કર્યુ હતું. રૂપિયા 50 લાખની માંગણી કરી અપહરણ કરી અમદાવાદના ચાંદખેડામાં લઇ ગયા હતા. ત્યારબાદ કલ્પેશભાઇ શાહ પાસે આરોપી રીનાબેન રૂપિયા ચાલીસ લાખ માંગતા હોવાનું સોગંદનામું લખાવી લેતા આ મામલે અપહરણનો ભોગ બનેલા શખ્સના ભાઇએ ડીસા પોલીસ મથકે મંગળવારે ફરિયાદ નોધાવી છે. રમેશકુમાર હિમત્તલાલ શાહ(દોશી), ઉ.વ.45એ ડીસા પોલીસ મથકે પોતાના ભાઇનું અપહરણ કરનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવા ફરિયાદ નોધાવી છે. જેઓ લાખણીમાં કરીયાણીની દુકાન ચલાવે છે.

ડીસામાં ચંન્દ્રલોક રોડ પર ચામુંડાનગર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ શાહના લગ્ન પંદર વર્ષ પહેલા અમદાવાદ અમરાઇવાડી ખાતે રહેતા હીરાલાલ કશ્યપની દિકરી પુનમબેન સાથે થયેલ છે. રાત્રે અઢી વાગ્યે પત્ની પુનમ તથા સાળી રીના અને બીજા અજાણ્યા માણસો ઇકો ગાડી લઇ ડીસા આવી કલ્પેશભાઇ શાહને ડરાવી ધમકાવી અમદાવાદના ચાંદખેડા ખાતે લઇ ગયા હતા. અને પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
સવારે અરવિંદભાઇ શિવસાગર શુકલા તથા સાળી રેણુંકાબેનએ ઘરે ફોન કરી રૂપિયા પચાસ લાખ લાવી આપવાનું કહ્યુ હતુ અને મારીનાખવાની ધમકીઓ આપી મારમારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.ત્યારબાદ સાળી રીનાબેન ઉર્ફે રેણુંકાબેન સુનીલભાઇ કશ્યપે રૂપિયા ચાલીસ લાખ માગે છે તેવું નોટરી લખાણ કરાવ્યુ હતું.

રમેશકુમાર હીમ્મતલાલ શાહ(દોશી) (રહે લાખણી જૈન દેરાસર સામે, જી.બનાસકાંઠા)એ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે જેમાં કહ્યુ છે કે પોતાના ભાઇ કલ્પેશભાઇ શાહનું અપહરણ કરનાર તેની પત્ની પુનમબેન તથા તેની સાળી રીનાબેન ઉર્ફે રેણુંકાબેન સુનીલભાઇ કશ્યપ તથા તેના મળતીયા માણસો અરવિંદભાઇ શિવસાગર શુકલ, શીવેન જગદીશપ્રસાદ શુકલ તથા અનીલભાઇ પરમશ્યામસિંહ રાજપૂત(રહે . અમદાવાદ) ઇકોગાડીમાં ડીસા આવી ઘરેથી ડરાવી ધમકાવી અપહરણ કરી અમદાવાદ ચાંદખેડા ખાતે આરોપી શીવેન શુકલાના ઘરે લઇ જઇ મારમાર્યો હતો. ડરાવી રૂપિયા પચાસ લાખની માંગણી કરી રીનાબેન કશ્યપ રૂપિયા ચાલીસ લાખ માંગતી હોવા બાબતનું નોટરી સોગંદનામું લખાવી લેતા તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

આરોપીના નામ
1. પુનમબેન કલ્પેશભાઇ શાહ(ચામુડા સોસાયડી, ડીસા), 2. રીનાબેન ઉર્ફે રેણુંકાબેન સુનીલભાઇ કશ્યપ ( અમદાવાદ), 3. અરવિંદભાઇ શિવસાગર શુકલા( અમદાવાદ), 4. શીવેન જગદીશપ્રસાદ શુક્લા(અમદાવાદ), 5. અનીલભાઇ પરમશ્યામસિંહ રાજપુત( અમદાવાદ), 6. ઇકો ગાડીનો ચાલક.