સુરતઃ બહેન સાથે પ્રેમની શંકામાં ભાઈએ ચપ્પુનાં ઘા ઝીંકી વિદ્યાર્થીની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં ઉધના વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચપ્પુનાં ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતા. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણકરી મળતા પોલીસ બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી. તપાસ કરતા આ યુવાનનું
 
સુરતઃ બહેન સાથે પ્રેમની શંકામાં ભાઈએ ચપ્પુનાં ઘા ઝીંકી વિદ્યાર્થીની હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ઉધના વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચપ્પુનાં ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતા. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણકરી મળતા પોલીસ બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી. તપાસ કરતા આ યુવાનનું પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં ગુનો નોંધી તપાસ આદરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતનાં ઉધના વિસ્તરમાં આવેલા નાગસેન નગરમાં રોહિત દશરથ બાવીસકર નામનો કિશોર બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે કિશોર ગઇકાલે વિષ્ણુનગર-1 પાસે ટ્યુશનમાં જતો હતો. ગતરોજ ટ્યુશનેથી છૂટ્યો ત્યારે મુકેશ પીંપળે નામના 19 વર્ષનાં યુવાન ત્યાં આવી પોંહચ્યો હતો. જોકે, મુકેશની બહેન સાથે રોહિતને પ્રેમ સંબધ હતા. પોતાની બહેને રોહિતને સમજવા છતાંય તે ન માનતા મુકેશ હંમેશા રોહિત પર નજર રાખતો હતો.

ગતરોજ મોકો મળતા પહેલા તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી અને એકદમ પોતાની પાસે રહેલા ચપ્પું કાઢીને રોહિતે માથા અને પેટમાં ચપ્પુનાં ઘા મારી ભાગી ગયો હતો. રોહિતને ઢળી પડેલો જોઈ આજુબાજુવાળા લોકો દોડી આવ્યાં હતા અને રોહિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટાલખાતે લઇ ગયા હતા. જેમાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. બીજી બાજુ ઘટનાની જાણકારી મળતા ઉધના પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરૂ કરી હતી. જેમાં મુકેશની બહેન સાથે રોહિતને પ્રેમ સંબંધ હોવાનાં વહેમમાં આ હત્યા થઇ હોવાનું સ્થાનિક લોકો એ જાણકારી આપી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.