દિલ્હીઃ 4 સ્થળો પર ફરી હિંસા, મીડિયાકર્મીને ગોળી વાગી, 9ના મોત

અટલ સમાચાર, ડેસ્ક નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે બે જૂથોમાં હિંસક અથડામણ દરમિયાન ગોળીબાર કર્યો હતો. જેમાં એક મીડિયાકર્મીને ગોળી વાગવાના કારણે ઘાયલ થયો હતો. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન, ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કર્યો હતો. ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની
 
દિલ્હીઃ 4 સ્થળો પર ફરી હિંસા, મીડિયાકર્મીને ગોળી વાગી, 9ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં મંગળવારે સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે બે જૂથોમાં હિંસક અથડામણ દરમિયાન ગોળીબાર કર્યો હતો. જેમાં એક મીડિયાકર્મીને ગોળી વાગવાના કારણે ઘાયલ થયો હતો. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન, ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કર્યો હતો. ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી. આ પહેલા સોમવાર રાતે 3 વાગ્યે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં આગ લાગવાના 45 ફોન આવ્યા હતા. આ પહેલા જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં સોમવારે હિંસક અથડામણમાં હેડ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા હતા, જ્યારે 150 લોકો ઘાયલ થયા છે.

દિલ્હીમાં શાંતિ માટે પ્રયાસ કરવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા રાજઘાટ પહોંચ્યા હતા. બન્ને નેતાઓએ શાંતિ માટે અહીંયા પ્રાર્થના કરી હતી. રાજઘાટ પર કેજરીવાલ, મનીષ સિસોદીયા સાથે આમ આદમી પાર્ટીના ઘણા નેતા હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાંતિની પ્રાર્થના કરતા મીડિયાને કહ્યું કે, આખો દેશ દિલ્હીની હિંસા અંગે ચિંતિત છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસોની હિંસા અંગે સરકાર ચિંતામાં છે. આ હિંસામાં જાન માલ અને સંપત્તિને નુકસાન થયું છે. જો હિંસા વધશે તો તેની સૌના પર અસર પડશે. અમે સૌ ગાંધીજીની સામે શાંતિ પ્રાર્થના કરવા માટે આવ્યા હતા જે અહિંસાના પૂજારી હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંગળવારે ફરી મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે. દિલ્હી પોલીસે સોમવારે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે છે તેમના દિલ્હી પહોંચ્યાના થોડા કલાક પહેલા રાજધાનીમાં હિંસા ભડકી ઊઠી હતી. વિશ્વ પટલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની છાપ ખરાબ કરવાના ઈરાદાથી હિંસાની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. જેનો માહોલ ગુરુવાર રાતથી જ બનાવવાનુ શરૂ કરી દીધું હતું.

પોલીસની ટીમ ઉપદ્રવીઓની ઓળખ કરવા માટે 30 વાઈરલ વીડિયો અને ફોટાઓને ખંખેરી રહી છે. આવું કરવાથી ચાર હજારથી વધારે હિંસક લોકો વિશે માહિતી મળશે. દિલ્હી પોલીસની સાઈબર સેલે આ વીડિયો અને તસવીરોને કબ્જામાં લીધી છે. પોલીસ આ માટે બાતમી આપતા તંત્રની મદદ પણ લઈ રહી છે. જેમના વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરશે. CAAના વિરોધ અને સમર્થનમાં ભડકાવેલી હિંસામાં 100થી વધારે લોકોના નામ છે. જેમાં ઘણા નેતાઓના નામ પણ સામેલ હોવાની વાત ચર્ચાઈ છે. પોલીસને શંકા છે કે જે લોકો નકાબમાં જોવા મળી રહ્યા છે, તે આ હિંસક ઘટનાઓનું કાવતરું ઘડનારાઓના મોટા ચહેરા હોઈ શકે છે.

દિલ્હીમાં હિંસાની ઘટના પોલીસની મોટી નિષ્ફળતા છે. પોલીસે યોગ્ય સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી, જેનો ભોગ નિર્દોષ પોલીસકર્મીએ ભોગવવો પડ્યો હતો. દિલ્હી પોલીસમાંથી રિટાયર્ડ અધિકારીએ સ્વીકાર્યું કે, શરૂઆતથી જ પોલીસનું વલણ નબળું રહ્યું હતું. એક રિટાયર્ડ પોલીસ અધિકારીએ કહ્યું કે, શાહીનબાગમાં જે દિવસે લોકોએ રસ્તાને બ્લોક કર્યો હતો, ત્યારે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ હતી. પોલીસે ત્યારે એક્શન લઈ લીધું હોત તો આજે આ દિવસ ન જોવો પડતો.