દિલ્હી હિંસાઃ અત્યાર સુધીમાં 22 FIR દાખલ, અમિત શાહે મહત્વની બેઠક બોલાવી

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 22 જેટલી FIR દાખલ થઈ છે. મંગળવારે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા કરનારાઓને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના
 
દિલ્હી હિંસાઃ અત્યાર સુધીમાં 22 FIR દાખલ, અમિત શાહે મહત્વની બેઠક બોલાવી

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. આ હિંસા મામલે અત્યાર સુધીમાં કુલ 22 જેટલી FIR દાખલ થઈ છે. મંગળવારે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસા કરનારાઓને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની. આ હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે 22 એફઆઈઆર દાખલ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લાલ કિલ્લા સહિત અનેક જગ્યાએ થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને IBના ડાઈરેક્ટર પણ સામેલ હશે. આ સમગ્ર ઘટનાક્રમ મામલે ગૃહમંત્રી અમિત શાહ આજે પીએમ મોદીને પણ મળી શકે છે. મંગળવારે એક મહત્વનો નિર્ણય લેવાયો કે દિલ્હીમાં પેરા મિલેટ્રી ફોર્સની હવે 15 વધારાની ટુકડીઓ તૈનાત કરાશે.

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડના નામ પર મચેલા કોહરામ અને હિંસાની સચ્ચાઈ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. કોંગ્રેસના લુધિયાણાના સાંસદ રવનીત સિંહ બિટ્ટુનો દાવો છે કે આ હિંસાને આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાનીઓએ અંજામ આપ્યો. તેમણે એક દિવસ પહેલા જ સમગ્ર આંદોલનને હાઈજેક કરી લીધુ હતું. રવનીત સિંહ બિટ્ટુએ દાવો કર્યો કે ટ્રેક્ટર પરેડના નામ પર થયેલી હિંસા માટે SFJ એ ખેડૂત સંગઠનોમાં મોટા પાયે ઘૂસણખોરી કરી. દીપ સિદ્ધુ (Deep Sidhu) ના નેતૃત્વમાં SFJ ના લોકોએ સોમવારે મોડી રાતે દિલ્હીમાં ખેડૂતોના સ્ટેજ પર કબ્જો જમાવ્યો. તે સમયે જ નક્કી કરી લેવાયું હતું કે મંગળવારે ગણતંત્ર દિવસના અસરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવામાં આવશે.