આનંદો@બનાસકાંઠા: દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ, કિલો ફેટે રૂ. 15નો વધારો

અટલ સમાચાર, પાલનપુર બનાસડેરી દ્રારા દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. બનાસડેરીના નિયામક મંડળ દ્રારા જીલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધના પ્રતિકિલો ફેટે રૂ. 15નો ભાવવધારો કર્યો છે. જેથી હવે દૂધ ઉત્પાદકોને રૂ. 675ને બદલે 690 મળશે. નોંધનિય છે કે, બનાસડેરી દ્રારા 6 માસમાં સાતમી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા
 
આનંદો@બનાસકાંઠા: દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ, કિલો ફેટે રૂ. 15નો વધારો

અટલ સમાચાર, પાલનપુર

બનાસડેરી દ્રારા દૂધ ઉત્પાદકોને દિવાળીની ભેટ આપવામાં આવી છે. બનાસડેરીના નિયામક મંડળ દ્રારા જીલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધના પ્રતિકિલો ફેટે રૂ. 15નો ભાવવધારો કર્યો છે. જેથી હવે દૂધ ઉત્પાદકોને રૂ. 675ને બદલે 690 મળશે. નોંધનિય છે કે, બનાસડેરી દ્રારા 6 માસમાં સાતમી વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસડેરી નિયામક મંડળે જીલ્લાના દૂધ ઉત્પાદકોને દિવાળી નિમિત્તે ભેટ આપી છે. જીલ્લાના દૂધ ઉત્પાદકોને પહેલા પ્રતિકિલો ફેટે રૂ. 675 મળતા હતા. જેને બદલે હવે પ્રતિકિલો ફેટે 690 મળશે. ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. આ ભાવવધારાથી બનાસડેરીના અંદાજે સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે. બનાસડેરી દ્રારા પશુપાલકોને અપાતા પશુદાણ(બનાસદાણ)માં પણ ભાવ ન વધારવાનો નિર્ણય કર્યો છે.