આનંદો@સાબરકાંઠા: દૂધ ઉત્પાદકોને મોટી રાહત, ફેટના ભાવમાં વધારો થયો

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ ફરી વાર દુધના ભાવમાં વધારો કરતા પંથકના પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. ડેરી દ્રારા ભેંસના દુધના ભાવમાં 20 રૂપિયા વધારો કરતા 730 રૂપિયા થયા અને ગાયના દૂધમાં 10 રૂપિયાનો વધારો કરતા 310 રૂપિયા થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
આનંદો@સાબરકાંઠા: દૂધ ઉત્પાદકોને મોટી રાહત, ફેટના ભાવમાં વધારો થયો

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સાબરડેરીએ ફરી વાર દુધના ભાવમાં વધારો કરતા પંથકના પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. ડેરી દ્રારા ભેંસના દુધના ભાવમાં 20 રૂપિયા વધારો કરતા 730 રૂપિયા થયા અને ગાયના દૂધમાં 10 રૂપિયાનો વધારો કરતા 310 રૂપિયા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીએ ફરી એકવાર દુધના ભાવમાં વધારો કર્યો છે. ઉનાળામાં પશુઓમાં દુધ ઓછું આવે છે. જેને લઈને દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્રારા આ વર્ષે દુધના કિલોફેટે ભાવ વધારો કર્યો છે અને જેને લઈને બંને જીલ્લાના 3 લાખ 50 હજારથી પણ વધુ દુધ ઉત્પાદકોને આનો ફાયદો થશે. તમામ ડેરીઓમાં સૌથી વધુ દુધના ભાવ સાબરડેરી આપી રહી છે તેવું ડેરીના સુત્રોએ જણાવ્યું છે.