જળપ્રલય@વડોદરા: શાળા, એસટી, ડીઝલપંપ બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

અટલ સમાચાર,ડેસ્ક વડોદરામાં ગઇકાલે 20 ઈંચ વરસાદને કારણે શહેર જળબંબાકાર થઇ ગયું છે. આજે પણ બપોર બાદ વરસાદ ફરી શરૂ થયો છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ
 
જળપ્રલય@વડોદરા: શાળા, એસટી, ડીઝલપંપ બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરામાં ગઇકાલે 20 ઈંચ વરસાદને કારણે શહેર જળબંબાકાર થઇ ગયું છે. આજે પણ બપોર બાદ વરસાદ ફરી શરૂ થયો છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે નોકરી ધંધે જતા લોકો પણ પોતાના કામનાં સ્થળે પહોંચી શકે તેવી કોઇ જ શક્યતાઓ લાગતી નથી.

જળપ્રલય@વડોદરા: શાળા, એસટી, ડીઝલપંપ બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા વડોદરામાં પૂરની સ્થિતી સર્જાઈ છે. તેવામાં વિશ્વામિત્રી નદીના મગરો સોસાયટીમાં દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીમાં મગર જોવા મળ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મગર પાણીમાં તરતો તરતો એક કુતરાની નજીક આવે છે અને તેના પર તરાપ મારે છે, જોકે, સદનસીબે કુતરું બચી જાય છે.

વડોદરામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું છે. શહેરનાં સુભાષનગર અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું સ્થળાંતર ચાલું કરવામાં આવ્યું છે. 1500થી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમએ વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ તેમણે પત્રકારોને સંબોધ્યાં હતાં.

જળપ્રલય@વડોદરા: શાળા, એસટી, ડીઝલપંપ બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે,’આજવાનાં ઉપરવાસ જેવાકે હાલોલ, કાલોલમાં આશરે 5 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે આજવામાં ઘણું પાણી આવ્યું છે. આજવાનું પાણી ઓવરફ્લો થઇને વિશ્વામિત્રી નદીમાં જઇ રહ્યું છે. નદીનું પાણી શહેરમાં ભરાઇ રહ્યું છે. જેના કારણે સમા વિસ્તારમાં ઘણી અસર થઇ છે. સદનસીબે હાલ ઉપરવાસમાં વરસાદ બંધ થયો છે જો ચારથી પાંચ કલાક વરસાદ બંધ રહેશે તો પાણીનાં લેવલ નીચા આવી જશે. ‘